Share Market : પ્રારંભિક કારોબારમાં ઘટાડો દેખાયો, Sensex 60,194 સુધી લપસ્યો

આજે સેન્સેક્સ 91 પોઈન્ટ વધીને 60,845 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 60,870ના ઉપલા સ્તરે અને 60,442ના નીચલા સ્તરે પહોંચ્યો હતો

Share Market : પ્રારંભિક કારોબારમાં ઘટાડો દેખાયો, Sensex 60,194 સુધી લપસ્યો
શેરબજારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 10:25 AM

ગઈકાલે ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયા બાદ આજે પણ પ્રારંભિક સત્રમાં નરમાશ દેખાઈ રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. નિફટી અને સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 0.4 ટકાનો ઘટાડો સૂચવી રહયા છે. ટેક કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે. ઈન્ફોસિસ અને વિપ્રોના શેરમાં 2-2%નો ઘટાડો છે.

આજે સેન્સેક્સ 91 પોઈન્ટ વધીને 60,845 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 60,870ના ઉપલા સ્તરે અને 60,442ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. તેના 30 શેરોમાંથી 8 વધારો દર્જ કરાવ્યો જ્યારે 22 માં ઘટાડો દેખાયો છે. ગેઇનર્સ સ્ટોકમાં બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ડૉ. રેડ્ડી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

નિફ્ટીના મિડકેપ, બેન્કિંગ, ફાઈનાન્સિયલ અને નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ઘટાડો દર્શાવે છે. નિફટીના 50 શેરોમાંથી 19 ઉપર અને 31 નીચે છે. ઈન્ફોસિસ, વિપ્રો, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા જેવા મુખ્ય શેરો ઘટ્યા હતા. વધતા શેરોમાં ONGC, બજાજ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

આજના ટોપ લોસર્સમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફોસિસ, ICICI બેન્ક, એશિયન પેઇન્ટ્સ, સનફાર્મા, TCS, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. આ સાથે એનટીપીસી, આઈટીસી, એરટેલ અને એચડીએફસી બેંક અને ટાઇટન પણ ઘટી રહ્યા છે. સેન્સેક્સમાં અપર સર્કિટમાં 182 અને લોઅર સર્કિટમાં 200 શેર છે.

લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 275.38 લાખ કરોડ છે. ગઈકાલે તે રૂ. 276.44 લાખ કરોડ હતી . દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18,129 પર ખુલ્યો હતો. તેનું અપર લેવલ 18,129 અને લોઅર લેવલ 18,010 હતું. મંગળવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 554 પોઈન્ટ (0.90%) ઘટીને 60,754 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 195 પોઈન્ટ (1.07%) ઘટીને 18,113 પર બંધ થયો હતો.

વર્ષ 2022 નો પહેલો IPO આજે ખુલ્યો

AGS Transact IPO: વર્ષ 2022નો પહેલો IPO આજે 19 જાન્યુઆરીએ ખુલ્યો છે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઈડર AGS Transact Technologies આ IPO લાવી છે. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. IPO 21 જાન્યુઆરીએ બંધ થશે.

AGS Transact Technologiesએ શરૂઆતમાં તેના IPOનું કદ રૂ. 800 કરોડ રાખ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને રૂ. 680 કરોડ કરી દીધું છે. એવી આશા છે કે આ IPO 1 ફેબ્રુઆરીએ એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર રવિ બી ગોયલ રૂ 677.58 કરોડ સુધીના શેરનું વેચાણ કરશે.

આ પણ વાંચો : AGS Transact IPO : વર્ષ 2022 નો પહેલો IPO આજે ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર

આ પણ વાંચો : M&M ત્રણ કંપનીઓમાં વિભાજીત થઈ શકે છે, વેલ્યુ અનલોકિંગ અને રિસ્ટ્રક્ચરિંગ ઉપર કામ શરૂ કરાયું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">