SHARE BAJAR : પ્રારંભિક તેજી સાથે SENSEX 50હજાર સુધી ઉછળ્યો
શેરબજાર(SHARE BAJAR)માં આજે બુધવારે સતત બીજા દિવસે ઉછાળો દેખાઈ રહ્યો છે. આજના કારોબારમાં પ્રારંભિક સારા સંકેત દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ 50,010 અને નિફટી 14,793 સુધી ઉછળ્યો છે.
શેરબજાર(SHARE BAJAR)માં આજે બુધવારે સતત બીજા દિવસે ઉછાળો દેખાઈ રહ્યો છે. આજના કારોબારમાં પ્રારંભિક સારા સંકેત દેખાઈ રહ્યા છે. સેન્સેક્સ 50,010 અને નિફટી 14,793 સુધી ઉછળ્યો છે. હાલ સેન્સેક્સ 0.5 અને નિફટી 0.4 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.
ભારતીયત શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૫ વાગે) બજાર સૂચકઆંક વૃદ્ધિ સેન્સેક્સ 49,934.95 +183.54 (0.37%) નિફટી 14,768.55 +60.75 (0.41%)
સેન્સેક્સમાં ઓએનજીસીના શેરમાં 2% નો વધારો થયો છે. રોકાણકારો જાહેર ક્ષેત્રની બેંકોના મેટલ અને શેરોમાં સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ગઈકાલે શેર વેચ્યા હતા જેના પગલે નજીવું વૃદ્ધિ સાથે બજાર બંધ થયું હતું .ભારતીય શેરબજારમાં મંગળવારે સપાટ કારોબાર થયો હતો . સેન્સેક્સ 49,751.41 અને નિફ્ટી 32.10 પોઇન્ટના વધારા સાથે 14,707.80 પર 7.09 પોઇન્ટના નજીવા વધારા સાથે બંધ થયા છે.
પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX Open 49,763.94 High 50,014.04 Low 49,736.97
NIFTY Open 14,729.15 High 14,793.80 Low 14,723.05