Share Market : SENSEX 870 પોઇન્ટ ઘટીને 49,160 પર બંધ થયો NIFTY પણ 230 પોઇન્ટ તૂટ્યો

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસોનાં ગભરાટની અસરના પગલે આજે શેર બજાર(Share Market) મોટા ઘટાડા સાથે બંધ થયું છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનની હલચલથી આર્થિક પ્રવૃત્તિઓને અસર પડી રહી છે.

Share Market :  SENSEX 870 પોઇન્ટ ઘટીને 49,160 પર બંધ થયો NIFTY પણ 230 પોઇન્ટ તૂટ્યો
શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું હતું.
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 5:40 PM

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસોનાં ગભરાટની અસરના પગલે આજે શેર બજાર(Share Market) મોટા ઘટાડા સાથે બંધ થયું છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનની હલચલથી આર્થિક પ્રવૃત્તિઓને અસર પડી રહી છે. જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં માર્કેટના સેન્સેક્સમાં 1.74% અને નિફટીમાં 1.54% નો ઘટાડો થયો છે. સેન્સેક્સ સવારે 9 પોઇન્ટ ઘટીને 50,020 અને નિફ્ટી 29 પોઇન્ટ તૂટીને 14,837.70 પર ખુલ્યા હતા.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 49,159.32 14,637.80
GAIN −870.51 (1.74%) −229.55 (1.54%)

સેન્સેક્સના 30 શેરોમાંથી ૨૫ શેર ઘટાડા સાથે બંધ થયા છે. બજાજ ફાઇનાન્સ અને ઈન્ડસઇન્ડ બેન્ક 5.6% જેટલો ઘટ્યો છે તો બીજી તરફ એચસીએલ ટેક, ટીસીએસ અને ઇન્ફોસિસના શેરમાં 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો . આજના ટ્રેડિંગ દરમિયાન ઈન્ડેક્સ 1450 પોઇન્ટ તૂટીને તેની નીચી સપાટી 48,580.80 સુધી સરક્યો હતો. આ પહેલા 26 માર્ચે સેન્સેક્સ 49 હજારથી નીચે આવી ગયો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

નિફ્ટી પણ 230 પોઇન્ટ તૂટીને 14,637 પર બંધ થયો છે. કારોબાર દરમિયાન ઇન્ડેક્સ 14,500 ના સ્તરથી નીચે લપસ્યો હતો. રોકાણકારોએ સૌથી વધુ બેંકિંગ અને ઓટો ક્ષેત્રના શેર વેચ્યા હતા. બેંકિંગ શેરોમાં સરકારી બેન્કના શેરોમાં સૌથી વધુ વેચાણ થયું હતું .કેનેરા બેંકમાં 6% નો ઘટાડો થયો હતો. એ જ રીતે, ઓટો ઇન્ડેક્સ પણ 2.5% નીચે ગયો છે જ્યારે આઇટી ઇન્ડેક્સ 511 અંક વધીને 26,491 પર બંધ રહ્યો છે.

શેરબજારમાં આજે આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open  50,020.91 High  50,028.67 Low   48,580.80

NIFTY Open  14,837.70 High  14,849.85 Low  14,459.50

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">