Petrol Diesel Price Today : આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 105.08 રૂપિયા, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ અહેવાલ દ્વારા

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 105.08 રૂપિયા, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ અહેવાલ દ્વારા
Petrol Pump (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 7:21 AM

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol Diesel Price Today) જાહેર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આજે પણ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે જ આજે 44 દિવસ થઈ ગયા છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દેશભરમાં તેલના ભાવમાં છેલ્લો ફેરફાર 6 એપ્રિલ, 2022ના રોજ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ઈંધણના ભાવ સ્થિર છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ મુંબઈમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે.

એક તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 44 દિવસથી સ્થિર છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલ સાથે હંમેશા ક્રૂડ ઓઈલના ભાવની ચર્ચા થાય છે કારણ કે પેટ્રોલ અને ડીઝલ બનાવવામાં મોટા પાયા પર ક્રૂડ ઓઈલનો જ ઉપયોગ થાય છે.

મોંઘા ક્રૂડની પેટ્રોલ અને ડીઝલની કિંમત પર કોઈ અસર નહિ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વર્તમાન કિંમત બેરલ દીઠ 109 ડોલર આસપાસ છે. આજે WTI ક્રૂડની કિંમત 108.2 ડોલર ની નજીક છે જ્યારે બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડની કિંમત 108.3 ડોલર છે. જો કે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવની પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">