Share Market: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિ શાંત થવાનું નામ ન લેતા વિશ્વભરના બજારમાં ચિંતાનો માહોલ છે. આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પણ બની શકે તેવો ભય છે. આ વચ્ચે નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(stock market of india) પણ મોટા ઘટાડા સાથે ખુલ્યા(Opening Bell) હતા. સેન્સેક્સ(sensex) 105 પોઈન્ટ ઘટીને 57,892 પર બંધ થયો હતો જે આજે 57,488.39 ઉપર ખુલ્યો હતો. નિફટી(nifty)ની વાત કરીએતો નિફ્ટી 17 પોઈન્ટ ઘટીને 17,304 પર બંધ થયા હતા જે આજે 17,236.05 ઉપર ખુલ્યો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ (9.21 AM) |
||
SENSEX | 57,740.69 | −151.32 (0.26%) |
NIFTY | 17,236.05 | −68.55 (0.40%) |
યુક્રેન અને રશિયા વચ્ચે વધતા તણાવની યુએસ બજારો પર ગંભીર અસર પડી છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ બજારોમાં મોટો ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. ડાઉ જોન્સ લગભગ 2 ટકા ઘટીને 34,312.03 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક ઈન્ડેક્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને 400થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ લગભગ 3 ટકા ઘટીને 13,716.72 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો વૈશ્વિક બજારોમાં ઘટાડાનાં સંકેતો વચ્ચે SGX નિફ્ટીએ પણ લાલ નિશાન સાથે શરૂઆત કરી છે. ઈન્ડેક્સ લગભગ 70 પોઈન્ટના ઘટાડા સાથે 17200 ના સ્તર પર ખુલ્યો છે.
17 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1242.10 કરોડનું વેચાણ કર્યું હતું તો બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 901 કરોડની ખરીદી કરી હતી.
શેરબજારમાં ગુરુવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ઘટાડો મર્યાદિત રહ્યો હતો. બજારની મંદી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને HDFC જેવા સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી. ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ 105 પોઈન્ટ ઘટીને 57,892 પર અને નિફ્ટી 17 પોઈન્ટ ઘટીને 17,304 પર બંધ થયા હતા. નાના શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી જ્યારે સરકારી બેંકો સેક્ટરમાં સૌથી વધુ લુઝર હતી. બીજી તરફ એનર્જી સેક્ટરમાં વધારો જોવા મળ્યો છે. બુધવારે પણ કારોબાર સુસ્ત રહ્યો હતો.
આ પણ વાંચો : Zomato અને Paytmની ચિંતાજનક સ્થિતિ બાદ નવા સ્ટાર્ટઅપ્સને IPO લાવવાનો ડર, mcap હજારો કરોડ રૂપિયા ઘટ્યું
આ પણ વાંચો : Sunny Leone સાથે થઇ છેતરપિંડી, સનીના PAN ની મદદથી 2000 રૂપિયાની લોન લેવાતા નારાજ અભિનેત્રીએ જાણો શું કહ્યું
Published On - 9:20 am, Fri, 18 February 22