AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SENSEX ની TOP 10 કંપનીઓના માર્કેટ કેપમાં 2.53 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો, કરો એક નજર બજારની સ્થિતિ ઉપર

ગયા સપ્તાહે સેન્સેક્સ(Sensex) 2,185.85 પોઈન્ટ્સ અથવા 3.57 ટકા ઘટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(Nifty) 638.60 પોઈન્ટ અથવા 3.49 ટકા તૂટ્યો હતો.

SENSEX ની  TOP 10 કંપનીઓના માર્કેટ કેપમાં 2.53 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો, કરો એક નજર બજારની સ્થિતિ ઉપર
RILની માર્કેટકેપ રૂ. 40,974.25 કરોડ ઘટી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 6:10 AM
Share

ગત સપ્તાહે સેન્સેક્સ(Sensex)ની ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપ(Market Cap)માં કુલ રૂ. 2.53 લાખ કરોડનો ઘટાડો થયો હતો. આ સમય દરમિયાન વૈશ્વિક બજારોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક બજારો પણ જબરદસ્ત વેચાણ દબાણ હેઠળ હતા. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મોટી કંપનીઓ અને પસંદગીની મધ્યમ કદની કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકીંગ કર્યું હતું જેના કારણે BSE ના 30શેરના સેન્સેક્સ(Sensex) સાપ્તાહિક ધોરણે લગભગ ચાર ટકા ઘટ્યો હતો.

ગયા સપ્તાહે સેન્સેક્સ(Sensex) 2,185.85 પોઈન્ટ્સ અથવા 3.57 ટકા ઘટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(Nifty) 638.60 પોઈન્ટ અથવા 3.49 ટકા તૂટ્યો હતો. શેરબજારોમાં ભારે ઘટાડા વચ્ચે દેશની ટોચની 10 કંપનીઓની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 2,53,394.63 કરોડનો ઘટાડો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી રૂ. 40,974.25 કરોડ ઘટીને રૂ. 16,76,291.69 કરોડ થઈ હતી.

IT  કંપનીઓને ઘણું નુકસાન

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને ઈન્ફોસિસને સામૂહિક રીતે રૂ. 1,09,498.10 કરોડનું નુકસાન થયું છે. TCSનું માર્કેટ કેપ ઘટીને રૂ. 14,18,530.72 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું મૂલ્ય રૂ. 7,51,144.40 કરોડ સુધી સરક્યું હતું.

બેંકોના શેરનું મૂલ્ય પણ ઘટ્યું

સપ્તાહ દરમિયાન દેશની ટોચની બેંકો, HDFC બેંક, ICICI બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)નું બજાર મૂલ્ય સામૂહિક રીતે ઘટીને રૂ. 29,239.04 કરોડ થયું હતું. HDFC બેન્કનું મૂલ્ય રૂ. 13,563.15 કરોડનું નુકસાન સાથે રૂ. 8,42,876.13 કરોડ થયું હતું.

SBIનું માર્કેટકેપ રૂ. 4,863.91 કરોડ ઘટીને રૂ. 4,48,729.47 કરોડ અને ICICI બેન્કનું માર્કેટકેપ રૂ. 10,811.98 કરોડ ઘટીને રૂ. 5,58,699.39 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 9,938.77 કરોડ ઘટીને રૂ. 5,45,622.08 કરોડ અને બજાજ ફાઇનાન્સનું રૂ. 27,653.67 કરોડના નુકસાન સાથે રૂ. 4,45,033.13 કરોડ થયું હતું.

કોણ છે દેશની નંબર 1 કંપની ?

HDFCનું મૂલ્યાંકન રૂ. 22,003.75 કરોડ ઘટીને રૂ. 4,69,422.38 કરોડ થયું હતું. ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 14,087.05 કરોડ ઘટીને રૂ. 3,81,723.36 કરોડ થયું હતું. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલનો નંબર આવે છે.

આ પણ વાંચો : RTI માં થયો ચોકાવનારો ખુલાસો, ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતી 9 મહીનામાં રેલવેએ આટલી ટ્રેનો રદ્દ કરી

આ પણ વાંચો : આ લાઈફસ્ટાઈલ કંપની લઈને આવી રહી છે IPO, 4 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">