IPO: KIMS અને India Pesticides IPO લાવી રહ્યા છે, રોકાણ પેહલા જાણો કંપની વિશે વિગતવાર

IPO માર્કેટમાં વર્ષ 2021 માં ઘણી ઉથલપાથલ જોવા મળી છે. એક પછી એક કંપની તેમનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.

IPO:  KIMS અને India Pesticides IPO લાવી રહ્યા છે, રોકાણ પેહલા જાણો કંપની વિશે વિગતવાર
વધુ બે કંપનીઓ રોકાણ માટેની તક લાવી રહી છે.
Follow Us:
| Updated on: May 10, 2021 | 7:46 AM

IPO માર્કેટમાં વર્ષ 2021 માં ઘણી ઉથલપાથલ જોવા મળી છે. એક પછી એક કંપની તેમનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 17 કંપનીઓના IPO આવી ગયા છે જ્યારે કેટલીક કંપનીઓ હજુ કતારમાં છે. કંપનીઓ અર્થવ્યવસ્થામાં ઝડપી પુન રિકવરીની અપેક્ષા રાખે છે જેના કારણે IPO માર્કેટમાં તેજી દેખાઈ રહી છે. જો અત્યાર સુધી તમે આઈપીઓ માર્કેટમાં તેજીનો લાભ લેવાનું ચુકી ગયા છો તો ટેન્શન ન લો, ટૂંક સમયમાં વધુ 2 કંપનીઓ તેમનો IPO લાવી રહી છે. એગ્રોકેમિકલ ટેક્નિકલ કંપની ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડ (India Pesticides Limited ) અને ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (KIMS) એ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે IPO માટે મંજૂરી મેળવી છે.

India Pesticides Limited ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ રૂ 800 કરોડનો IPO લઇને આવી રહી છે. આ આઈપીઓમાં 100 કરોડના ફ્રેશ ઇસ્યુ આપવામાં આવશે. જેમાં પ્રમોટરો અને અન્ય શેરહોલ્ડરોના રૂ 700 કરોડની ઓફર ફોર સેલ – OFS શામેલ છે.

75 કરોડ રૂપિયાનો PRE-IPO હોઈ શકે છે DRHP માં જણાવ્યા અનુસાર કંપની 75 કરોડ રૂપિયાનું પ્રિ-આઇપીઓ લાવી શકે છે. જો કંપની પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ ઇશ્યૂ દ્વારા વધુ ભંડોળ એકત્રિત કરવામાં સક્ષમ રહે છે તો ફ્રેશ ઇશ્યૂનું કદ ઘટાડવામાં આવશે. આ આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી કંપની જરૂરી કામો અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો હાથ ધરશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

KIMS કિમ્સના આઈપીઓમાં 200 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. 21,340,931 ઇક્વિટી શેર પ્રમોટર્સ અને અન્ય રોકાણકારો ઓફર ફોર સેલ દ્વારા વેચશે. પ્રમોટર ભાસ્કર રાવ બોલીનેની, રાજ્યશ્રી બોલીનેની, કંપનીના પ્રમોટરો અનુક્રમે 7.75 લાખ અને 11.63 લાખ શેર વેચી શકે છે. BRMH 3.87 લાખ શેર અને રોકાણકાર જનરલ એટલાન્ટિક 1.39 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે.

રોકાણ પેહલા આ માહિતી જાણવી જરૂરી ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ ઉત્તર પ્રદેશની એક કંપની છે. તે સંશોધન અને વિકાસ પર કેન્દ્રિત એક એગ્રોકેમિકલ ટેકનોલોજી કંપની છે. બીજી તરફ, ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હોસ્પિટલ ચેઇન ચલાવનારી સૌથી મોટી કંપની છે. તે કિમ્સ હોસ્પિટલ્સ બ્રાન્ડ હેઠળ 9 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ચલાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">