OIL મામલે ભારતે ખાડી ઉપર ઘટાડી નિર્ભરતા, સાઉદી અરેબિયાને ચોથા ક્રમે સરકાવી US એ મોટો જથ્થો પૂરો પાડયો

અમેરિકા ભારતના ક્રૂડ ઓઈલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ગયા મહિને સાઉદી અરેબિયા ભારતને તેલની નિકાસના સંદર્ભમાં ચોથા નંબરે પહોંચ્યું હતું.

OIL મામલે ભારતે ખાડી ઉપર ઘટાડી નિર્ભરતા, સાઉદી અરેબિયાને ચોથા ક્રમે સરકાવી US એ મોટો જથ્થો પૂરો પાડયો
અમેરિકા ભારતના ક્રૂડ ઓઈલની જરૂરિયાતોને પૂર્ણ કરનાર બીજો સૌથી મોટો દેશ બન્યો છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 16, 2021 | 7:06 AM

અમેરિકા ભારતના ક્રૂડ ઓઈલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ગયા મહિને સાઉદી અરેબિયા ભારતને તેલની નિકાસના સંદર્ભમાં ચોથા નંબરે પહોંચ્યું હતું. ફેબ્રુઆરીમાં ઇરાક ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ નિકાસકાર દેશ હતો. ફેબ્રુઆરીમાં દેશમાં દરરોજ 39.2 લાખ બેરલ ક્રૂડ લાવવામાં આવ્યું હતું જે જાન્યુઆરી કરતા 18% ઓછું હતું.

OPECનું ઉત્પાદન ઘટ્યું, યુએસ માં ક્રૂડ સસ્તું રહ્યું આયાત-નિકાસના આંકડા મુજબ ગલ્ફ દેશોની આયાતમાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ OPEC અને અન્ય ક્રૂડ નિકાસ કરનારા દેશોના ઉત્પાદનમાં ઘટાડો હતો. આની તુલનામાં, યુ.એસ.થી આયાતની વિક્રમી સપાટીએ પહોંચવાનું કારણ ત્યાંનું ક્રૂડ સસ્તું છે. ક્રૂડ ઓઇલની કુલ આયાતમાં ગલ્ફ દેશોનો હિસ્સો ઘટીને 22 મહિનાના તળિયે 52.7% પહોંચ્યો છે. તેની તુલનામાં કુલ તેલ આયાતમાં આફ્રિકાનો હિસ્સો વધીને 15% થયો છે.

USથી ક્રૂડની આયાતમાં માસિક ધોરણે 48% નો વધારો ફેબ્રુઆરીમાં વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક યુ.એસ.માંથી ક્રૂડ ઓઇલની આયાત માસિક ધોરણે દરરોજ 48% વધીને 5,45,300 બેરલ થઈ છે. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર દેશમાં ક્રૂડની જેટલી આયાત થઇ તેનો 14% હિસ્સો યુએસથી આવ્યો છે. સાઉદી અરેબિયાથી આવતા તેલનું પ્રમાણ જાન્યુઆરીની સરખામણીએ 42% ઘટીને દિવસ દીઠ 4,45,200 બેરલ થયું છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

સાઉદી અરેબિયાથી આયાત 10 વર્ષની નીચી સપાટીએ સાઉદી અરેબિયાથી ક્રૂડની આયાત ફેબ્રુઆરીમાં 10 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2006 પછી પહેલી વખત ભારતને ક્રૂડ ઓઇલ વેચવાના મામલે સાઉદી અરેબિયા ચોથા ક્રમે રહ્યું છે. તે સામાન્ય રીતે ભારતમાં તેલના બે મોટા નિકાસકારોમાં સામેલ કરવામાં આવે છે. ઇરાક ભારતને તેલનો સૌથી મોટો નિકાસકાર છે. જો કે, જાન્યુઆરીની તુલનામાં 23% ઓછું ક્રૂડ આવ્યું અને ત્યાંથી આયાત દરરોજ 8,67,500 બેરલ મુજબ પાંચ મહિનાની નીચી સપાટીએ આવી છે.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">