વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES 98 અંક વધારા સાથે બંધ થયો છે જયારે એશિયામાં SGX NIFTY 28 અંકના સામાન્ય વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યો છે.
અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 98.49 અંક એટલે કે 0.30 ટકાની મજબૂતીની સાથે 33,171.37 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 79.08 અંક તૂટ્યો છે. ઇન્ડેક્સ 13,059.65 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 3.45 અંક એટલે કે 0.09 ટકા વધીને 3,971.09 ના સ્તર પર બંધ થયા છે.
એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 15.36 અંક ઘટીને 29,369.16 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 28 અંક એટલે કે 0.19 ટકાના વધારાની સાથે 14,778.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.57 ટકા વધ્યો છે જ્યારે હેંગ સેંગમાં 0.89 ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે.
કોરિયાઈ બજાર કોસ્પી 1.11 ટકા વધીને 3,069.85 ના સ્તર પર છે જ્યારે તાઇવાનના બજાર 0.24 ટકા મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.શંધાઈ કંપોઝિટ 13.15 અંક વધારાની સાથે 3,448.45 ના સ્તર પર છે.