ફેબ્રુઆરીમાં Equity MF માં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું, સતત 12માં મહિને રોકાણમાં વધારો

|

Mar 10, 2022 | 9:01 AM

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું ફેબ્રુઆરી 2022માં રૂ. 19,705 કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે. આ સતત 12મો મહિનો છે જ્યારે ચોખ્ખો માસિક પ્રવાહ વધ્યો છે. નોંધપાત્ર રીતે રોકાણમાં આ વધારો શેરબજારમાં વધઘટ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલી વચ્ચે જોવા મળ્યો છે.

ફેબ્રુઆરીમાં Equity MF માં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું, સતત 12માં મહિને રોકાણમાં વધારો
Mutual Fund

Follow us on

રશિયા યુક્રેન સંકટ (Russia Ukraine Crisis) હોવા છતાં રોકાણકારોને હજુ પણ સ્થાનિક શેરબજાર(Share Market)માં વિશ્વાસ છે. ફેબ્રુઆરી મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ(mutual fund) દ્વારા આશરે રૂ. 20,000 કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે. એટલે કે ઇક્વિટી સ્કીમમાં રોકાણકારો દ્વારા કરાયેલ કુલ રોકાણ ઉપાડવામાં આવેલી કુલ રકમ કરતાં 20 હજાર કરોડ વધુ છે. ઇક્વિટી MFમાં(Equity MF) વૃદ્ધિનો આ સતત 12મો મહિનો છે. બજારના મતે રોકાણકારોને હજુ પણ સ્થાનિક બજારોમાં વિશ્વાસ છે. બીજી તરફ કોવિડની અસરમાં ઘટાડો અને બજેટ દ્વારા લેવામાં આવેલા પગલાઓએ પણ સકારાત્મક સંકેતો આપ્યા છે.

ઇક્વિટી MFમાં રોકાણમાં વધારો

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું ફેબ્રુઆરી 2022માં રૂ. 19,705 કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે. આ સતત 12મો મહિનો છે જ્યારે ચોખ્ખો માસિક પ્રવાહ વધ્યો છે. નોંધપાત્ર રીતે રોકાણમાં આ વધારો શેરબજારમાં વધઘટ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલી વચ્ચે જોવા મળ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના એસોસિયેશન એટલેકે એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા બુધવારે જારી કરાયેલા ડેટા અનુસાર જાન્યુઆરી, 2022માં આ આંકડો રૂ. 14,888 કરોડ અને ડિસેમ્બર, 2021માં રૂ. 25,077 કરોડ હતો. ઇક્વિટીમાં ચોખ્ખો પ્રવાહ એટલે કે શેરબજારમાં રોકાણ સંબંધિત યોજનાઓ માર્ચ, 2021 થી સતત ચાલુ છે અને આ સમય દરમિયાન રૂ. 1 લાખ કરોડ થી વધુનું ચોખ્ખું મૂડી રોકાણ કરવામાં આવ્યું હતું . આ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી સ્કીમ્સ પ્રત્યે રોકાણકારોના હકારાત્મક વલણને દર્શાવે છે. અગાઉ જુલાઈ, 2020 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે સતત આઠ મહિના માટે આવી યોજનાઓમાંથી રૂ. 46,791 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. ઉદ્યોગ સંચાલન હેઠળની અસ્કયામતો (AUM) ફેબ્રુઆરીના અંતે ઘટીને રૂ. 37.56 લાખ કરોડ થઈ હતી, જે જાન્યુઆરીના અંતમાં રૂ. 38.01 લાખ કરોડ હતી.

વર્ષ 2021માં 140 NFOsમાંથી 1 લાખ કરોડ એકત્ર થયા

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ 140 NFO દ્વારા 2021માં આશરે એક લાખ કરોડ એકત્ર કર્યા છે. શેરબજારમાં ઉછાળાને કારણે છૂટક રોકાણકારોના બજારમાં રુચિમાં મજબૂત વધારાને કારણે આ સફળતા મળી હતી. MyWealthGrowth.comના સહ-સ્થાપક હર્ષદ ચેતનવાલાએ જણાવ્યું હતું કે જો કે, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) શેરબજારમાં અસ્થિરતાને કારણે આ વર્ષે NFOs મર્યાદિત કરી શકે છે. માર્કેટ માસ્ટ્રોના એસેટ મેનેજર (યુએસ) અને ડિરેક્ટર અંકિત યાદવ પણ માને છે કે 2022માં NFOs ઘટશે અને જ્યારે 2023માં દરો વધવાનું શરૂ થશે, ત્યારે તેમની સંખ્યામાં ભારે ઘટાડો થશે. મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના ડેટા અનુસાર, 2021માં 140 NFOs આવ્યા છે. આ ઑફર્સ દ્વારા રૂ. 99,704 કરોડ ઊભા થયા છે. અગાઉ 2020માં 81 NFO દ્વારા કુલ રૂ. 53,703 કરોડ એકત્ર કરી શકાયા હતા.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

 

 

આ પણ વાંચો : ચિંતાના સમાચાર : ડોલર સામે રૂપિયો 80-82 સુધી ગગડવાની આશંકા, જાણો શું પડશે અસર

આ પણ વાંચો : Paytm ના રોકાણકારો રાતા પાણીએ રડ્યા, માત્ર 3 મહિનામાં 1 લાખનું રોકાણ થઇ ગયું રૂપિયા 35000, જાણો નિષ્ણાંતોની શું છે સલાહ

Next Article