Closing Bell : મજબૂત શરૂઆત છતાં શેરબજારમાં નજીવી વૃદ્ધિ સાથે કારોબાર બંધ થયો , SENSEX 14 અને NIFTY 26 અંક વધ્યા

સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજાર(Stock Market) નજીવા ફાયદા સાથે બંધ થયું છે.આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 14 અંક મુજબ 0.03% વધીને 52,588 પર બંધ થયો હતો જયારે નિફ્ટી(Nifty)એ 26 અંક અનુસાર 0.17% ની મજબૂતી સાથે 15,773 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

Closing Bell : મજબૂત શરૂઆત છતાં શેરબજારમાં નજીવી વૃદ્ધિ સાથે કારોબાર બંધ થયો , SENSEX 14 અને NIFTY 26 અંક વધ્યા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 5:17 PM

સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજાર(Stock Market) નજીવા ફાયદા સાથે બંધ(Closing Bell) થયું છે.આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 14 અંક મુજબ 0.03% વધીને 52,588 પર બંધ થયો હતો જયારે નિફ્ટી(Nifty)એ 26 અંક અનુસાર 0.17% ની મજબૂતી સાથે 15,773 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર         સૂચકઆંક           વધારો સેન્સેક્સ     52,588.71    +14.25  નિફટી        15,772.75     +26.25 

સેન્સેક્સ આજે મોટા ઉછાળા સાથે આશરે 240 પોઇન્ટના રેકોર્ડ વધારાના મજબૂત સ્તરે ખુલ્યો હતો. ઇન્ડેકસે પ્રથમ વખત 53,000 નો આંકડો પાર કર્યો. સોમવારે સેન્સેક્સ 52,574 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન નીચા સ્તરેથી સેન્સેક્સ 537 પોઇન્ટ વધીને 53,057 પોઇન્ટ ઉપલા સ્તરે પહોંચી ગયો છે.

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

ગઈકાલની 15,746 ની બંધ સપાટી કરતા 100 અંક ઉપર નિફ્ટીએ જોરદાર શરૂઆત કરી હતી.જોકે ઇન્ડેક્સ 15,901 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શવામાં નિષ્ફળ ગયો હતો. કારોબારની શરૂઆતમાં નિફ્ટી 15,895 ના ઉચ્ચ સ્તર પર ગયો હતો જોકે બાદમાં વેચવાલીના પગલે તે 15,750 પર આવી ગયો હતો.

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 15,895.75 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 53,057.11 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકા મજબૂતીની સાથે 22,420.06 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.83 ટકાની મજબૂતીની સાથે 24,854.25 પર બંધ થયા છે.બેન્ક નિફ્ટી 0.36 ટકાના ઘટાડાની સાથે 34,745 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારની હાઇલાઇટ્સ

SENSEX Open                52,885.04 High                53,057.11 Low                 52,520.55 52-wk high    53,057.11

NIFTY Open               15,840.50 High               15,895.75 Low                 15,752.10 52-wk high   15,901.60

આ શેર્સમાં ખરીદારી રહી સેન્સેક્સના 30 શેરમાં 12 શેર લીલા નિશાન ઉપર બંધ થયા હતા જયારે 18 શેરમાં વેચવાલી જોવા મળી છે. આજે મારુતિ 5 ટકાના વૃદ્ધિ સાથે ટોપ ગેઈનર રહ્યો છે. આ સિવાય l &T, ટીસીએસ, અલ્ટ્રા, ઇન્ફોસીસ, ટાઇટન, ડો રેડ્ડી, બજાજ ઓટો , ટાટા સ્ટીલ, આઇટીસી, એચડીએફસી અને એનટીપીસીમાં પણ સારી ખરીદી રહી છે.

આ શેરમાં વેચવાલી દેખાઈ વેચવાલી શેરોની યાદીમાં એશિયન પેઇન્ટ્સ 1.9 ટકા ઘટ્યો છે. આ ઉપરાંત એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિન્સર્વ, એસબીઆઈ, એચસીએલ, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, આરઆઈએલ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેન્ક, એચયુએલ અને એશિયન પેઇન્ટ્સમાં વેચવાલી જોવા મળી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">