હવે LPG Gas Cylinderમાં કેટલો ગેસ છે તે તમે જોઈ શકશો,ટૂંક સમયમાં ફાઇબરથી બનેલા પારદર્શક સિલિન્ડર ઉપલબ્ધ થશે

LPG ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં ખૂબ જ હળવા અને રંગીન એલપીજી ગેસ સિલિન્ડર(LPG gas cylinder) તમારા રસોડામાં પહોંચાડવામાં આવશે.

હવે LPG Gas Cylinderમાં કેટલો ગેસ છે તે તમે જોઈ શકશો,ટૂંક સમયમાં ફાઇબરથી બનેલા પારદર્શક સિલિન્ડર ઉપલબ્ધ થશે
LPG Gas Cylinder
Ankit Modi

|

Apr 22, 2021 | 8:38 AM

LPG ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં ખૂબ જ હળવા અને રંગીન એલપીજી ગેસ સિલિન્ડર(LPG gas cylinder) તમારા રસોડામાં પહોંચાડવામાં આવશે. ઇન્ડિયન ઓઇલે ફાઇબરથી બનેલા કમ્પોઝિટ 5 કિલો અને 10 કિલો એલપીજી સિલિન્ડરો લોન્ચ કર્યા છે. ઓઇલ કંપનીએ તેની માહિતી ટ્વિટર દ્વારા આપી છે. કંપની દ્વારા જારી માહિતી પ્રમાણે, પ્રથમ વખત ફાઇબરથી બનેલા કમ્પોઝિટ ફાઇબર સિલિન્ડરો લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આ સુવિધાઓ સ્ટાઇલિશ લુક સાથે ઉપલબ્ધ થશે ટ્વિટર પર શેર કરેલી માહિતી અનુસાર, ઇન્ડિયન ઓઇલે ફાઇબર કમ્પોઝિટથી બનેલા 5 કિલો અને 10 કિલો એલપીજી સિલિન્ડરો લોન્ચ કર્યા છે. આ ગેસ સિલિન્ડર ખૂબ હળવા અને રંગબેરંગી હશે. હાલના સ્ટીલ ગેસ સિલિન્ડરોની તુલનામાં તે 50 ટકા સુધી હલકા હશે. ફાઇબરથી બનેલું કમ્પોઝિટ સિલિન્ડર એકદમ સલામત રહેશે. ફાઇબરથી બનેલા સિલિંડરોમાં મહત્તમ 10 કિલો ગેસ હશે. સિલિન્ડરના કેટલાક ભાગો પારદર્શક હશે, જેથી તમે સરળતાથી જોઈ શકશો કે સિલિન્ડરમાં કેટલી ગેસ બાકી છે.

દિલ્હી અને હૈદરાબાદથી શરૂઆત કરાશે ઇન્ડિયન ઓઇલે કહ્યું કે હાલમાં આ સિલિન્ડર હાલ ફક્ત દિલ્હી અને હૈદરાબાદમાં જ ઉપલબ્ધ થશે. આ શહેરના લોકોએ સિલિન્ડર લેવા નજીકના ઇન્ડેન વિતરકનો સંપર્ક કરવો પડશે. આ ગેસ સિલિન્ડર 5 અને 10 કિલો વજનમાં ઉપલબ્ધ રહશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati