આજથી સસ્તો થયો LPG Gas Cylinder,જાણો શું છે નવો ભાવ ?

નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે LPGના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું કે તેણે એલપીજી સિલિન્ડર( LPG Gas Cylinder )ના ભાવમાં 10 રૂપિયા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

  • Ankit Modi
  • Published On - 7:40 AM, 1 Apr 2021
આજથી સસ્તો થયો LPG Gas Cylinder,જાણો શું છે  નવો ભાવ ?
આજથી LPG Cylinder સસ્તો થયો છે.

નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે LPGના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું કે તેણે એલપીજી સિલિન્ડર( LPG Gas Cylinder )ના ભાવમાં 10 રૂપિયા ઘટાડવાનો નિર્ણય લીધો છે. નવી કિંમત આજથી લાગુ થશે. આ ઉપરાંત વિશ્વસનીય સરકારી સૂત્રોનું એમ પણ કહેવું હતું કે પેટ્રોલ અને ડીઝલની સાથે એલપીજી ગેસનો દર પણ ઘટશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફરીથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ કારણોસર ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થશે. છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના દર ત્રણ વખત ઘટ્યા છે.

દિલ્હીમાં 14.2 કિગ્રા બિન સબસિડી ગેસ સિલિંડરોની કિંમત 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા, મુંબઇમાં 819 રૂપિયા અને ચેન્નઇમાં 835 રૂપિયા છે. આજે ભાવમાં ઘટાડા પછી 1 એપ્રિલથી આ દર દિલ્હીમાં 809 રૂપિયા, કોલકાતામાં 835.50 રૂપિયા, મુંબઇમાં 809 રૂપિયા અને ચેન્નઇમાં 825 રૂપિયા થશે.

છેલ્લા બે મહિનામાં ગેસ સિલિન્ડર 125 રૂપિયા મોંઘો થયો હતો
રાંધણ ગેસના ભાવમાં થોડો સમયથી સતત વધારો આવ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં એલપીજીના ભાવમાં 125 રૂપિયા વધારો થયો છે. 4 ફેબ્રુઆરીમાં ભાવ રૂ 25 વધ્યા ,તે પછી 15 ફેબ્રુઆરીએ ફરી રૂ .50 મોંઘો થયો ગેસ, આ બાદ 25 ફેબ્રુઆરી અને ૧ માર્ચે ફરીથી 25 – 25 રૂપિયાનો વધારો થયો.

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
છેલ્લા કેટલાક સમયથી ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તે 64 ડોલરના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. માર્ચના પ્રારંભિક અઠવાડિયામાં તે 71 ડોલર પર પહોંચી ગયું હતું. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રિટેલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની ગણતરી ક્રૂડના દર પર આધારિત છે. આગામી દિવસોમાં તે પણ સસ્તું થશે. ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ અને ડીઝલના દર ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા હતા.

ટ્રેંડમાં ઘટાડો
વર્તમાન ટ્રેન્ડ મુજબ દરમાં ફક્ત ઘટાડો આવશે. હાલ તે વધવાની સંભાવના નથી. પેટ્રોલ અને ડીઝલના દર બેંચમાર્ક ઇંધણ ૧૫ દિવસના દરની રોલિંગ એવરેજ પર આધારિત છે જ્યારે એલપીજી દર દર મહિનાના પ્રથમ દિવસે બદલાય છે.