Lodha Developers IPO: ત્રીજા પ્રયાસ દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરશે કંપની, જાણો કંપનીનાં ભવિષ્યના પ્લાન

Lodha Developers IPO: ભારતની અગ્રણી રેસીડેન્સીયલ રીઅલ એસ્ટેટ કંપની લોઢા ડેવલપર્સ (Macrotech Developers) IPO દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે.

Lodha Developers IPO: ત્રીજા પ્રયાસ દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરશે કંપની, જાણો કંપનીનાં ભવિષ્યના પ્લાન
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 19, 2021 | 6:36 AM

Lodha Developers IPO: ભારતની અગ્રણી રેસીડેન્સીયલ રીઅલ એસ્ટેટ કંપની લોઢા ડેવલપર્સ (Macrotech Developers) IPO દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં IPO લાવી શકે છે. આ માટે લોઢા ડેવલપર્સએ બજારના રેગ્યુલેટર સિક્યોરિટીઝ અને એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા, એટલે કે SEBI સમક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. IPO દ્વારા ફંડ એકત્રિત કરવાનો કંપનીનો આ ત્રીજો પ્રયાસ છે. લોઢા ડેવલપર્સ મુંબઇ સ્થિત કંપની છે.

પહેલા 2 પ્રયાસ કર્યા હતા આ પહેલા, લોઢા ડેવલપર્સ સપ્ટેમ્બર 2009 માં IPO શરૂ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. આ પછી, 2018 માં, કંપનીએ ફરીથી આઈપીઓ દ્વારા 2800 કરોડ રૂપિયા ઉભા કરવાનો પ્રયાસ કર્યો. 2008 માં વૈશ્વિક મંદીના કારણે કંપનીએ તેની યોજના પાછી ખેંચી લીધી. વર્ષ 2018 માં મંદી અને સ્થાવર મિલકત ક્ષેત્રે નબળી માંગને કારણે કંપનીનો IPO નો પ્લાન સફળ થયો નહિ. હવે કંપનીનો આ ત્રીજો પ્રયાસ છે.

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે લોઢા ડેવલપર્સ IPO દ્વારા તેના 10 ટકા હિસ્સાને ઘટાડશે. IPOમાં મુખ્યત્વે શેરના પ્રાઈમરી ઇશ્યુનો સમાવેશ કરવામાં આવશે. આઈપીઓના ભંડોળનો ઉપયોગ કંપનીના દેવાને ઘટાડવા, જમીન હસ્તગત કરવા અને નવા પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે કરવામાં આવશે. લોઢા ડેવલપર્સના લક્ઝરી પ્રોડક્સ્ટની માંગ છે. મુંબઈનું ટ્રમ્પ ટાવર તેનું ઉદાહરણ છે. કંપનીએ વિદેશમાં પણ ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આઇપીઓમાં આઇસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એડલવીસ સિક્યોરિટીઝ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ, એસબીઆઈ કેપિટલ, જેએમ ફાઇનાન્સિયલ, યસ સિક્યોરિટીઝ અને બેંક ઓફ બરોડા કેપિટલ મુખ્ય સંચાલક હશે. જ્યારે લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આઈપીઓ માટે રજિસ્ટ્રાર રહેશે. રિપોર્ટ અનુસાર, એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન અને કોટક મુખ્ય સલાહકાર રહેશે.

કંપની નાણાકીય સ્થિતિ કંપનીની આર્થિક સ્થિતિ સારી છે. નાણાકીય વર્ષ 2019 – 20 માં લોઢા ડેવલપર્સની કુલ આવક 12,440 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ 11,910 કરોડ હતી. આ ગાળામાં કંપનીનું નેટ ડેટ પણ 25120 કરોડ રૂપિયાથી ઘટીને 23,490 કરોડ રૂપિયા થયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">