વિમાનની ટિકિટની જેમ રેલ્વે ટિકીટમાં પણ યુઝર્સ ચાર્જ વસુલાશે, વધુ મુસાફરો ધરાવતા સ્ટેશનો માટે યુઝર્સ ચાર્જ બનશે અમલી

હવેથી મોટા રેલ્વે સ્ટેશનો અને રોજબરોજ વધુને વધુ મુસાફરોની અવર જવર ધરાવતા રેલ્વે સ્ટેશનોએ મુસાફરો પાસેથી રેલ્વેયુઝર્સ ચાર્જ વસુલાશે. અત્યાર સુધી એરપોર્ટમાં સુવિધા ઊભી કરવા માટે વિમાનની ટિકિટમાં પેસેન્જર પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે હવેથી રેલ્વે સ્ટેશનોએથી પણ રેલ્વેમાં મુસાફરી કરનારા મુસાફરો પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવશે. ભારતીય રેલવે તેના […]

વિમાનની ટિકિટની જેમ રેલ્વે ટિકીટમાં પણ યુઝર્સ ચાર્જ વસુલાશે, વધુ મુસાફરો ધરાવતા સ્ટેશનો માટે યુઝર્સ ચાર્જ બનશે અમલી
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Sep 18, 2020 | 3:20 PM

હવેથી મોટા રેલ્વે સ્ટેશનો અને રોજબરોજ વધુને વધુ મુસાફરોની અવર જવર ધરાવતા રેલ્વે સ્ટેશનોએ મુસાફરો પાસેથી રેલ્વેયુઝર્સ ચાર્જ વસુલાશે. અત્યાર સુધી એરપોર્ટમાં સુવિધા ઊભી કરવા માટે વિમાનની ટિકિટમાં પેસેન્જર પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે હવેથી રેલ્વે સ્ટેશનોએથી પણ રેલ્વેમાં મુસાફરી કરનારા મુસાફરો પાસેથી યુઝર્સ ચાર્જ વસુલવામાં આવશે.

ભારતીય રેલવે તેના સ્ટેશનો ઉપર અત્યાધુનિક સુવિધાઓપુરી પાડવા પ્રયાસ કરી રહ્યું છે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનનો બોજ મુસાફરો પાસે યુઝર ફીના નામે વસૂલશે. આ ચાર્જ મોટા શહેરોના વ્યસ્ત રેલવે સ્ટેશનો ઉપરથી ટ્રેન પકડનાર મુસાફરો પાસેથી લેવામાં આવશે. રેલવેનું કહેવું છે કે આ ચાર્જની રકમ રેલવે મુસાફરોની સુવિધામાં જ વધારો કરવામાં મદદરૂપ થશે

હવેથી વ્યસ્ત અને વધુ મુસાફરોની અવરજવરવાળા રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરનારની યાત્રા થોડી મોંઘી થશે. યુઝર ચાર્જ એ એર ટિકિટની જેમ જ રેલવે ટિકિટના ચાર્જમાં લેવામાં આવશે. યુઝર ચાર્જ તરીકે વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ સ્ટેશનો પર મુસાફરોને સારી સુવિધા આપવા માટે કરવામાં આવશે. સ્ટેશનોના રી-ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ ટિકિટમાં છૂટથી આ રકમ નુકસાનથી સરભર કરવા પણ વિચાર કરાઈ રહ્યો છે.

ભારતમાં 7 હજાર રેલ્વે સ્ટેશનો છે જેમાં ફક્ત 10થી 15 ટકા સ્ટેશનો પર જ ચાર્જ લેવામાં આવશે. યુઝર ચાર્જ વસૂલનાર 700 થી 750 રેલ્વે સ્ટેશનો એવા હશે જ્યાં આગામી પાંચ વર્ષમાં ભીડ વધવાની સંભાવના છે અને ત્યાં વધુ સુવિધાઓની જરૂર છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati