કોરોનાકાળમાં મૃત્યુ પામનારના સ્વજનોની મુશ્કેલી LIC હળવી કરશે, જાણો કંઈ રીતે

કોવિડ -19 રોગચાળાની બીજી લહેર વચ્ચે સરકાર દ્વારા નિયંત્રિત વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) એ તેના ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને દાવાની પતાવટના નિયમોમાં થોડી રાહતની જાહેરાત કરી છે.

કોરોનાકાળમાં  મૃત્યુ પામનારના સ્વજનોની મુશ્કેલી LIC હળવી કરશે, જાણો કંઈ રીતે
LIC
Ankit Modi

|

May 08, 2021 | 12:07 PM

કોવિડ -19 રોગચાળાની બીજી લહેર વચ્ચે સરકાર દ્વારા નિયંત્રિત વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) એ તેના ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને દાવાની પતાવટના નિયમોમાં થોડી રાહતની જાહેરાત કરી છે. કંપનીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં મોત નીપજે છે તેના મૃત્યુ દાવોના નિકાલની કામગીરી ઝડપથી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ડેથ સર્ટિફિકેટના બદલામાં મૃત્યુના વૈકલ્પિક પુરાવાઓને માન્યતા આપવામાં આવી છે.

ડેથ સર્ટિફિકેટ કોણ આપી શકે? સરકાર / ESI(કર્મચારી રાજ્ય વીમા) / સશસ્ત્ર દળ / કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્ર. આ ઉપરાંત LIC અથવા પ્રથમ વર્ગના અધિકારીઓ , 10 વર્ષની સેવા પૂર્ણ કરી હોય તેવા વિકાસ અધિકારીના હસ્તાક્ષરવાળા મૃત્યુની સ્પષ્ટ તારીખ અને સમય દર્શાવતા મૃત્યુ પ્રમાણપત્ર સામેલ છે.

પ્રકાશનમાં ઉમેરવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર પ્રમાણપત્રો અથવા સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રમાણપત્રની ઓળખ રસીદ સાથે જમા કરાવવી પડશે. અન્ય કિસ્સાઓમાં પહેલા તે જ શહેર નિગમથી મળતું મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati