LIC હાઉસિંગ ફાઇનાન્સે Q4 પરિણામ જાહેર કર્યા, નફામાં 5 ટકાનો ઘટાડો થયો

નાણાકીય સેવા પ્રદાતા એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે(LIC Housing Finance) મંગળવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

LIC હાઉસિંગ ફાઇનાન્સે Q4 પરિણામ જાહેર કર્યા, નફામાં 5 ટકાનો ઘટાડો થયો
LIC Housing Finance
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 8:49 AM

નાણાકીય સેવા પ્રદાતા એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે(LIC Housing Finance) મંગળવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીએ 398.92 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળા કરતા આ 5 ટકા ઓછો છે. વસુલાત નહિ કરી શકાયેલ દેવા માટે ખોટની મોટી જોગવાઈને કારણે નફાને અસર થઈ.

એક વર્ષ અગાઉ સમાન ગાળામાં કંપનીએ રૂ 421.43 કરોડના ટેક્સ બાદ નફો કર્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં ચોખ્ખો નફો અગાઉના વર્ષના 2,401.84 કરોડ રૂપિયાથી 14 ટકા વધીને રૂ 2,734.34 કરોડ થયો છે.

LIC Housing Finance Ltd. ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વાય વિશ્વનાથ ગૌડે કહ્યું હતું કે “અમે ચોથા ત્રિમાસિક ગાળામાં રિકવરી પ્રાપ્તિમાં ચૂકના દરેક મામલે જોગવાઈ કરી હતી તેથી જ NPA માટેની જોગવાઈ વધારે હતી. આ ત્રિમાસિક ગાળા દરમિયાન નફાને અસર થઈ હતી.” ક્વાર્ટર દરમિયાન રૂ 1000 કરોડ પૂરા પાડવામાં આવ્યા હતા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2021 માં કુલ 22,362 કરોડની લોન આપી હતી જે એક વર્ષ અગાઉના 11,323 કરોડ રૂપિયાથી 97 ટકા વધારે છે. તેમાંથી પર્સનલ લોન રૂ 19,010 કરોડ અને પ્રોજેક્ટ કેટેગરીની લોન 1,197 કરોડ રૂપિયા હતી. એક વર્ષ પહેલાં સમાન ગાળામાં નવી કેટેગરીમાં અનુક્રમે રૂ 8,877 કરોડ અને 411 કરોડ હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">