વરિષ્ઠ નાગરિકો(senior citizen) માટે દેશની પ્રથમ હેલ્પલાઇન(Helpline) દેશભરમાં વૃદ્ધો માટે વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે માત્ર એક નંબર પર કોલ કરી શકો છો. દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ નંબર વિશે માહિતી આપી છે. આ હેલ્પલાઇન દ્વારા સરકાર તમામ વરિષ્ઠ નાગરિકોને મદદ કરવાનો અને તેમની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.વયસ્કોને પડતી તકલીફો ઓછી કરવા અને તેમને લગતા દરેક કામને સરળ બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
Country’s first helpline for senior citizens: Toll-Free No- 1⃣4⃣5⃣6⃣7⃣
Elder Line provides free information & guidance on pension issues, legal issues, extends emotional support & intervenes in cases of abuse & rescues the homeless
🔗https://t.co/p1IXHJ6xVV#PIBFacTree pic.twitter.com/ZoyK3fnG6d
— PIB Fact Check (@PIBFactCheck) May 13, 2022
પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે વરિષ્ઠ નાગરિકો માટે, જો તેમને પેન્શન, કાયદાકીય સમસ્યાઓ અથવા કોઈપણ પ્રકારની સહાય સંબંધિત માહિતીની જરૂર હોય, તો તેઓ હવે હેલ્પ લાઈન નંબર પર કૉલ કરી શકે છે. અહીં તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.
તમને જણાવી દઈએ કે ભારત સરકારે દેશનો પ્રથમ ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 14567 જારી કર્યો છે. તેને ‘એલ્ડર લાઈન’ (Elder Line)નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ હેલ્પલાઈન દ્વારા વરિષ્ઠ નાગરિકો હવે તેમના પેન્શન અને કાયદાકીય બાબતોથી સંબંધિત માહિતી મેળવી શકશે. આ સાથે, તમે ઘર પર દુર્વ્યવહારના કેસમાં પણ મદદ મેળવી શકશો. તે નિરાધાર વૃદ્ધો માટે મદદનું સાધન પણ બનશે.
આ હેલ્પલાઇન દ્વારા સરકાર તમામ વરિષ્ઠ નાગરિકોને મદદ કરવાનો અને તેમની ચિંતાઓને દૂર કરવાનો હેતુ ધરાવે છે. તેની સાથે જ તેના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે. તમને જણાવી દઈએ કે હેલ્પલાઈન નંબર સૌથી પહેલા ટાટા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
2050 સુધીમાં વૃદ્ધોની વસ્તી 20% હશે
2050 સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તી 20 ટકા સુધી પહોંચી જશે. આ ઉંમરના લોકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે. આમાં શારીરિક મુશ્કેલીઓથી લઈને માનસિક, ભાવનાત્મક અને કાનૂની સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ હેલ્પલાઈન દ્વારા, કોરોના રોગચાળાના આ યુગમાં વરિષ્ઠ નાગરિકોને વધુ સારી મદદ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.