AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

400 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલા IPO માં રોકાણ કરવાની આજે છેલ્લી તક, લિસ્ટિંગ સાથે તગડા નફાના અનુમાન

રોકાણકારો Kay Cee Energy IPO માં સારું રોકાણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કંપનીના IPO પર 413 ગણી બીડ લગાવવામાં આવી છે. કંપનીના IPOમાં હજુ પણ નસીબ અજમાવવાની તક છે. કંપનીનો IPO આજે  2 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લો છે.

400 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલા IPO માં રોકાણ કરવાની આજે છેલ્લી તક, લિસ્ટિંગ સાથે તગડા નફાના અનુમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2024 | 7:42 AM
Share

રોકાણકારો કે સી એનર્જી એન્ડ ઈન્ફ્રાના આઇપીઓ માં સારું રોકાણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કંપનીના IPO પર 413 ગણી બીડ લગાવવામાં આવી છે. કંપનીના IPOમાં હજુ પણ નસીબ અજમાવવાની તક છે. કંપનીનો IPO આજે  2 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લો છે.

Kay Cee Energy IPO 28 ડિસેમ્બર 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. કેસી એનર્જી એન્ડ ઈન્ફ્રાના શેર પણ ગ્રે માર્કેટમાં થોડા ઘટયા છે. સૂત્રો અનુસાર કેસી એનર્જી એન્ડ ઈન્ફ્રાના શેર ગ્રે માર્કેટમાં 120% કરતા વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

શેર 119 રૂપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે

Kay Cee Energy IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 51 થી 54 છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ.65ના નફા પર પહોંચી ગયા છે. 54 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ પર કંપનીના શેર 119 રૂપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે. IPOમાં KC એનર્જીનો શેર મેળવનાર રોકાણકારો લિસ્ટિંગના દિવસે 120% કરતા વધુ નફાની અપેક્ષા રાખી શકે છે. KC એનર્જીના IPOમાં શેરની ફાળવણી 3 જાન્યુઆરી, 2024ના રોજ અંતિમ રહેશે. કંપનીના શેર 5 જાન્યુઆરી, 2024ના રોજ લિસ્ટ થશે.

IPO પરના બીડમાં 413 ગણો વધારો

KC એનર્જીના IPO પર અત્યાર સુધીમાં કુલ 414.70 વખત બીડ લગાવવામાં આવી છે. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 619.64 ગણો સબસ્ક્રાઇબ થયો છે. તે જ સમયે બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 459.93 ગણો સબસ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સનો ક્વોટા 18.42 ગણો સબસ્ક્રાઇબ થયો છે. રિટેલ રોકાણકારો કંપનીના IPOમાં 1 લોટ માટે દાવ લગાવી શકે છે. IPOના એક લોટમાં 2000 શેર છે. એટલે કે રિટેલ રોકાણકારોએ 108000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કંપની શું કામ કરે છે?

KC Energy & Infra ની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી. કંપની વીજળી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના બાંધકામ અને કમિશનિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપની રાજસ્થાન રાજ્ય વિદ્યુત પ્રસારણ નિગમ લિમિટેડ (RRVPNL) જેવી સરકારી સંસ્થાઓ માટે એન્જિનિયરિંગ અને બાંધકામ (EPC) સહિતના કામ હાથ ધરે છે.

Disclaimer : રોકાણમાં સ્વાભાવિક જોખમ સમાયેલું છે અને અહેવાલ માત્ર શેર વિશે માહિતી પુરી પાડે છે.અમે રોકાણ પર વળતરની કોઈ બાંયધરી આપતા નથી.રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ લેવી જરૂરી છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">