લો-કોસ્ટ ઈન્શ્યોરન્સનો અભાવ, 40 કરોડ લોકો પાસે નથી કોઈ પણ પ્રકારનું હેલ્થ ઈન્શ્યોરન્સ કવરેજ

નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દેશના 40 કરોડ લોકો પાસે સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારની આર્થિક સુરક્ષા નથી. તેનું મુખ્ય કારણ ઓછી કિંમતની વીમા પોલિસીનો અભાવ છે.

લો-કોસ્ટ ઈન્શ્યોરન્સનો અભાવ, 40 કરોડ લોકો પાસે નથી કોઈ પણ પ્રકારનું હેલ્થ ઈન્શ્યોરન્સ કવરેજ
Star Health IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:40 PM

સસ્તા સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનોની ગેરહાજરીમાં, દેશની ઓછામાં ઓછી 30 ટકા વસ્તી, એટલે કે 40 કરોડ લોકો પાસે વીમાના સ્વરૂપમાં કોઈ નાણાકીય સુરક્ષા નથી. નીતિ આયોગના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ‘હેલ્થ ઈન્સ્યોરન્સ ફોર ઈન્ડિયાઝ મિસિંગ મિડલ’ શીર્ષક હેઠળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય વીમા કવરેજનું વિસ્તરણ એ સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ (Universal health coverage) હાંસલ કરવાના ભારતના પ્રયાસોમાં એક આવશ્યક પગલું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ઓછામાં ઓછી 30 ટકા વસ્તી એટલે કે 40 કરોડ લોકો સ્વાસ્થ્ય માટે કોઈપણ નાણાકીય સુરક્ષાથી વંચિત છે. રિપોર્ટમાં તેમને ‘મિસિંગ મિડલ’ કહેવામાં આવ્યા છે. ઓછી કિંમતના સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનની ગેરહાજરીમાં, આ લોકો પાસે સસ્તું પ્રિમીયમ ચૂકવવાની ક્ષમતા હોવા છતાં સ્વાસ્થ્ય વીમો નથી. રિપોર્ટ અનુસાર, ‘મિસિંગ મિડલ’ એ એક વ્યાપક શ્રેણી છે જેમાં સ્વાસ્થ્ય વીમાનો અભાવ છે. તેઓ સીમાંત ગરીબ વર્ગો અને પ્રમાણમાં સમૃદ્ધ સંગઠિત ક્ષેત્ર વચ્ચેના લોકો છે.

2018 માં યોજનાની શરૂઆત અહેવાલમાં જણાવાયું છે કે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સપ્ટેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી. જે રાજ્ય સરકારની યોજનાઓ સાથે ગરીબ વસ્તીના 50 ટકા એટલે કે લગભગ 70 કરોડ લોકોને હોસ્પિટલ સારવાર માટે વ્યાપક કવર પ્રદાન કરે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આયુષ્માન ભારત યોજના દ્વારા 25 કરોડ લોકોનો વીમો લગભગ 20 ટકા વસ્તી અથવા 25 કરોડ વ્યક્તિઓ સામાજિક સ્વાસ્થ્ય વીમા અને ખાનગી સ્વાસ્થ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાકીની 30 ટકા વસ્તી આરોગ્ય વીમાથી વંચિત છે. PMJAY માં હાલના કવરેજ ગેપ અને યોજનાઓ વચ્ચેના ડુપ્લિકેશનને કારણે વાસ્તવિક વીમાથી વંચિત વસ્તી વધારે છે.

સરકાર PMJAY જેવી નવી યોજના લાવવાનું વિચારી રહી છે હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો, જે મુજબ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) જેવી બીજી કોઈ યોજના લાવી શકે છે. સરકારનું ધ્યાન દેશના તે 40 કરોડ લોકો પર છે જેમની પાસે કોઈ વીમો નથી. આ નવી યોજનામાં આ લોકોને વીમાનો લાભ આપવામાં આવી શકે છે. સરકારે આ માટે 21 વીમા કંપનીઓ પર વિચાર કર્યો છે, જે ખૂબ જ સસ્તા દરે (સબસિડી દરે) લોકોને વીમો ઉપલબ્ધ કરાવશે. આ પ્રોગ્રામ સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી શકાય છે.

મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 40 કરોડ લોકો એવા છે જેમની પાસે મેડિકલ વીમાનું કવચ નથી. આવા લોકોને ‘મિસિંગ મિડલ’નું નામ આપવામાં આવે છે. એટલે કે અમીર અને ગરીબોમાં વીમા વગરના 40 કરોડ લોકો છે, જેમના માટે સરકાર નવી યોજના શરૂ કરી શકે છે. સરકારનું માનવું છે કે જો આ લોકોને વીમાનો લાભ નહીં આપવામાં આવે અને તેઓ કોરોના મહામારીમાં ફસાઈ જાય તો  ઈમરજન્સીમાં આવા લોકો ગરીબીમાં જઈ શકે છે. જો કોઈ ગંભીર બિમારી થઈ જાય તો આ લોકોની વધારે મુડી સારવારમાં ખર્ચ થઈ જશે. જેથી તેમની જમાપુંજી વપરાય જશે.

આ પણ વાંચો :  PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">