વિદેશી સોશિયલ મીડીયાને ટક્કર આપી રહી છે સ્વદેશી એપ Koo, યુઝર્સની સંખ્યા 1.5 કરોડને પાર

સ્વદેશી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂના વપરાશકર્તાઓની સંખ્યા 1.5 કરોડને વટાવી ગઈ છે. આ એપમાં માત્ર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 50 લાખથી વધુ યુઝર્સ ઉમેરાયા છે.

વિદેશી સોશિયલ મીડીયાને ટક્કર આપી રહી છે સ્વદેશી એપ Koo, યુઝર્સની સંખ્યા 1.5 કરોડને પાર
જૂન 2022 પછી, કંપની દક્ષિણ પૂર્વ એશિયામાં તેનું વિસ્તરણ કરશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:58 PM

સ્થાનિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘કુ’ના યુઝર્સની સંખ્યા વધીને દોઢ કરોડની નજીક પહોંચી ગઈ છે. તેમાંથી છેલ્લા ક્વાર્ટર દરમિયાન 50 લાખ યુઝર્સ જોડાયા છે. કંપનીના સહ-સ્થાપક અપ્રમેય રાધાકૃષ્ણે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કુ ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે અને વધુમાં વધુ યુઝર્સને જોડશે. જૂન 2022 પછી, કંપની એક નવા બજાર દક્ષિણ-પૂર્વ એશિયામાં  પ્રવેશવાની યોજના ધરાવે છે.

રાધાકૃષ્ણે કહ્યું કે ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વપરાશકર્તાઓની સંખ્યા જબરદસ્ત રીતે વધી રહી છે. હાલમાં ‘કુ’ નાઇજીરીયામાં પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, એકંદરે અત્યાર સુધીમાં આશરે 1.5 કરોડ લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, જેમાંથી 50 લાખ ડાઉનલોડ છેલ્લા ત્રિમાસિક ગાળામાં થયા છે. તેમણે ઉમેર્યું કે કંપની હવે નાઇજિરિયન બજારમાં પણ પ્રવેશી ચૂકી છે અને ત્યાં સારી રીતે વિકાસ કરી રહી છે. અમે હાલમાં નાઇજીરીયાના સાંસ્કૃતિક પાસાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ જેવા દેશોમાં તકો શોધી રહ્યા છીએ

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

તેમણે કહ્યું કે કંપનીએ હજુ સુધી નવા બજાર અંગે અંતિમ નિર્ણય લીધો નથી. એવું માનવામાં આવે છે કે કંપની આગામી દિવસોમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સમાં પોતાનો બિઝનેસનો વિસ્તાર કરી શકે છે. કુ તેના વપરાશકર્તાઓને સ્થાનિક ભાષામાં માઇક્રોબ્લોગિંગનો અનુભવ આપે છે. કુ એપની આ સૌથી મોટી ખાસ વાત છે. આવી સ્થિતિમાં, કંપની તે જ દેશમાં પોતાના માટે એક નવી જગ્યા બનાવશે, જ્યાં તેને સ્થાનિક ભાષાનો મોટો યુઝર બેઝ મળશે.

8 ભાષાઓમાં ઉપલબ્ધ છે

કુ એપ માર્ચ 2020માં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચિંગના માત્ર 18 મહિનાની અંદર, તેણે 10 મિલિયન યુઝર્સનો આંકડો પાર કરી લીધો હતો. આ પ્લેટફોર્મમાં કેટલાક અગ્રણી ચહેરાઓ પણ સામેલ થયા છે જેમ કે ફિલ્મ સ્ટાર્સ, રાજકારણીઓ, ખેલાડીઓ, લેખકો, પત્રકારો – આઠ ભાષાઓમાં તેમના અપડેટ્સ શેર કરી રહ્યા છે અને  તેમના ફોલોઅર્સ સાથે દરરોજ  જોડાય રહ્યા છે. કુ હિન્દી, કન્નડ, મરાઠી, તમિલ, તેલુગુ, આસામી, બંગાળી અને અંગ્રેજી સહિત 8 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

 ‘કુ’ પર એક્ટિવ છે આ મોટા ચહેરાઓ

કુ ના પ્લેટફોર્મ પર ઘણાં મોટા ચહેરાઓ એકાઉન્ટ બનાવી ચૂક્યા છે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY), પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB), રેલવે મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, માય ગવર્મેન્ટ (My Gov.), ડિજિટલ ઇન્ડિયા,  બીએસએનએલ (BSNL), ઇન્ડિયા પોસ્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (NIELIT), નીતિન ગડકરી, કમલનાથ, અશોક ગેહલોત, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, સુપ્રિયા સુલે, પિયુષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, રવિશંકર પ્રસાદ, સંજય સિંહ, વાયએસ જગન મોહન રેડ્ડી , બસવરાજ બોમ્મઈ, એચડી કુમારસ્વામી, ભૂપિન્દર સિંહ હુડ્ડા, ચંદ્રશેખર આઝાદ, મોહમ્મદ શમી, રિદ્ધિમાન સાહા, આકાશ ચોપરા, જવાગલ શ્રીનાથ, સાયના નેહવાલ, અભિનવ બિન્દ્રા, રવિ કુમાર દહિયા, મેરી કોમ, અનુપમ ખેર, ટાઈગર શ્રોફ સામેલ છે.

ભારતના 14 રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિવિધ રાજકીય પક્ષોના રાજકારણીઓ – પ્રાદેશિક અને રાષ્ટ્રીય બંને અને મીડિયા ગૃહો પણ કુ પર એક્ટિવ છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, સતત પાંચમા દિવસે ઇંધણ મોંઘુ થયું, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">