Ratan Tata Brother: માત્ર 2 રૂમના ફ્લેટમાં રહે છે રતન ટાટાના ભાઈ Jimmy Tata, મોબાઈલ ફોન પણ રાખતા નથી

ટાટા સન્સના ચેરમેન રતન ટાટા દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક છે. દેશ-વિદેશમાં તેમનું નામ છે. પરંતુ તેમના નાના ભાઈ જીમી ટાટા વિશે બહુ ઓછા લોકો જાણે છે.

Ratan Tata Brother: માત્ર 2 રૂમના ફ્લેટમાં રહે છે રતન ટાટાના ભાઈ Jimmy Tata, મોબાઈલ ફોન પણ રાખતા નથી
Jimmy Tata brother of Ratan Tata (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 2:33 PM

ટાટા સન્સના (Tata Sons) ચેરમેન એમેરિટસ રતન ટાટા (Ratan Tata) દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક છે. દેશ-વિદેશમાં તેમનું અને તેમની વિવિધ કંપનીઓનું નામ છે. પરંતુ તેમના નાના ભાઈ જીમી ટાટાનું (Jimmy Tata) નામ બહુ ઓછા લોકો જાણતા હશે. તે રતન ટાટા કરતા બે વર્ષ નાના છે અને મુંબઈના કોલાબામાં ડબલ બેડરૂમના ફ્લેટમાં રહે છે. રતન ટાટાની જેમ જીમી ટાટા પણ બેચલર જિંદગી જીવે છે. જીમી ટાટા હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે અને આ જ કારણ છે કે તેમના વિશે પબ્લિક ડોમેન બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. આર. પી. ગોએન્કા (RPG Group) ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ (Harsh Goenka) જીમી ટાટા વિશે ટ્વીટ કરીને સોશિયલ મીડિયાને તેમનાથી અવગત કરાયા હતા.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ બુધવારે તેમના વિશે ટ્વીટ કર્યું. જિમી ટાટાની તસવીર શેર કરતાં તેમણે લખ્યું, ‘શું તમે મુંબઈના કોલાબામાં બે બેડરૂમના ફ્લેટમાં રહેતા રતન ટાટાના નાના ભાઈ જિમી ટાટા વિશે જાણો છો. તેને ક્યારેય બિઝનેસમાં રસ નહોતો. તે એક સારો સ્ક્વોશ ખેલાડી છે અને દરેક વખતે મને હરાવે છે. ટાટા જૂથની જેમ તે પણ લાઈમલાઈટથી દૂર રહે છે!

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જીમી ટાટા રતન ટાટાના નાના ભાઈ છે, જ્યારે નોએલ ટાટા તેમના સાવકા ભાઈ છે. જીમી ટાટાએ 90ના દાયકામાં નિવૃત્ત થતાં પહેલા ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓમાં કામ કર્યું હતું. તેઓ ટાટા સન્સ અને અન્ય ટાટા કંપનીઓમાં શેરહોલ્ડર છે અને સાથે સાથે સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. રિપોર્ટ્સ અનુસાર જીમી ક્યારેય મોબાઈલ ફોન રાખતા નથી અને તે અખબારોમાંથી જ દેશ અને દુનિયાની માહિતી મેળવે છે. આમ સાદગીભર્યું જીવન જીવ્યા છતાં તે ટાટા જૂથમાં થતી દરેક ગતિવિધિથી વાકેફ છે.

આ પણ વાંચો: Kitkat ના રેપર ઉપર ભગવાન જગન્નાથનો ફોટો લગાડવામાં આવતા વિવાદ છંછેડાયો, Nestle India એ શ્રદ્ધાળુઓની માંફી માંગી જથ્થો પરત મંગાવ્યો

આ પણ વાંચો: ઘર ખરીદવાના સમયે HOME LOAN માટે આપવામાં આવતા PRE EMI અને FULL EMI વિકલ્પ શું છે? જાણો વિગતવાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">