આજે PNB, IRIS Business અને Adani Enterprises ના શેર ઉપર રાખો નજર, તેજી સાથે દોડતા આ સ્ટોક્સ તમારી કિસ્મત બદલી શકે છે

ગયા અઠવાડિયે શેર બજારના રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સેન્સેક્સમાં 1.31 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

આજે PNB, IRIS Business અને Adani Enterprises ના શેર ઉપર રાખો નજર, તેજી સાથે દોડતા આ સ્ટોક્સ તમારી કિસ્મત બદલી શકે છે
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 8:32 AM

ગયા અઠવાડિયે શેર બજારના રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સેન્સેક્સમાં 1.31 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોરોનાના કેસોમાં ઘટાડો અને રસીકરણ કાર્યક્રમમાં થયેલા વધારા વચ્ચે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ પાછો ફર્યો છે. જૂનના પહેલા સપ્તાહમાં વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 8000 કરોડ રોક્યા છે.

બજારના નિષ્ણાતો કહે છે કે સંક્રમણનું વલણ, રસીકરણની ગતિ અને વૈશ્વિક પરિબળો આ અઠવાડિયામાં શેર બજારોની દિશા નક્કી કરશે. બજાર તેજીની દિશા તરફ જઈ શકે છે. બાટા ઇન્ડિયા, ગેઇલ, સેઇલ, ભેલ અને ડીએલએફ જેવી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો સપ્તાહ દરમિયાન આવવાના છે. આજે અઠવાડિયાના પહેલા દિવસે આ શેર ઉપર નજર રાખવી જરૂરી છે જે રોકાણકારની કિંમત બદલી શકે છે.

IRIS Business Services  ફંડ મેનેજર Porinju V Veliyath એ IRIS Business Services ના 1.24 લાખ શેરને શેર દીઠ રૂપિયા 102.40 ના દરે ખરીદ્યા છે. છેલ્લા સાત અઠવાડિયાથી આ શેર સતત તેજી સાથે બંધ થઈ રહ્યો છે. આ શેરમાં એક અઠવાડિયામાં 14 ટકા, એક મહિનામાં 133 ટકા, ત્રણ મહિનામાં 170 ટકા અને એક વર્ષમાં 661 ટકા રિટર્ન મળ્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

PNB પંજાબ નેશનલ બેંકે માર્ચ ક્વાર્ટરમાં 586 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષે કંપનીને 697 કરોડનું નુકસાન થયું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકને 506 કરોડનો નફો થયો હતો. આ સિવાય બેંકે 8000 કરોડની બેડ લોન બેડ બેંકને વેચવાનો નિર્ણય કર્યો છે. પંજાબ નેશનલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકાર્જુના રાવે કહ્યું કે PMLA કોર્ટ તરફથી વિજય માલ્યાની 5600 કરોડની સંપત્તિ વેચવાનો આદેશ મળ્યો છે. આ સકારાત્મક સમાચારો સાથે શેરમાં ઉછાળો થવાની સંભાવના છે.

IndusInd Bank Share બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચે ઈન્ડસઈન્ડ બેંકના 36 લાખ શેરને પ્રતિ શેર1006 રૂપિયામાં ખરીદ્યા છે. ગયા અઠવાડિયે શેર 1009 ના સ્તરે બંધ રહ્યો હતો.

આ શેર્સ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડિયાબુલિસ હાઉસિંગ ફાઇનાન્સ, ભારત ફોર્જ, બેંક ઓફ મહારાષ્ટ્ર, PNB હાઉસિંગ અને જ્યુબિલન્ટ ઇંગ્રેવિયા સહિતના શેરમાં ખરીદારોનો રસ દેખાય છે. આ શેર તેમના 52-અઠવાડિયાની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે.

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતીગાર કરવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. કૃપા કરી રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની મદદ જરૂર લેવી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">