Gujarati News » Business » Jubilient foodworks limited e september querter ma 105 stores bandh karya
જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 સ્ટોર્સ બંધ કર્યા, અગાઉ કંપનીએ જૂન ક્વાર્ટરમાં પણ 100 સ્ટોર્સ બંધ કર્યા હતા
ડોમિનોઝ પિઝા અને ડંકિન ડોનટ્સ જેવી ફાસ્ટ ફૂડ ચેન ચલાવનારી કંપની જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 સ્ટોર્સ બંધ કર્યા છે. આ અગાઉ, કંપનીએ જૂન ક્વાર્ટરમાં પણ 100 સ્ટોર્સ બંધ કર્યા હતા. વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 77 કરોડ રૂપિયા થયો છે.તાજેતરમાં સ્ટોર્સ બંધ થયા બાદ દેશમાં જુબિલન્ટ ફૂડ સ્ટોર્સની સંખ્યા હવે 1,264 પર પહોંચી […]
ડોમિનોઝ પિઝા અને ડંકિન ડોનટ્સ જેવી ફાસ્ટ ફૂડ ચેન ચલાવનારી કંપની જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 સ્ટોર્સ બંધ કર્યા છે. આ અગાઉ, કંપનીએ જૂન ક્વાર્ટરમાં પણ 100 સ્ટોર્સ બંધ કર્યા હતા. વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 77 કરોડ રૂપિયા થયો છે.તાજેતરમાં સ્ટોર્સ બંધ થયા બાદ દેશમાં જુબિલન્ટ ફૂડ સ્ટોર્સની સંખ્યા હવે 1,264 પર પહોંચી છે. જો કે, કંપનીએ ડોમિનોઝ પિઝાના 10 નવા સ્ટોર્સ પણ શરૂ કર્યા છે. કંપનીએ એક્સચેંજને કહ્યું કે તે નવા શહેરોમાં એન્ટ્રી લઈ રહી છે. પરંતુ હવે કંપનીના ઓપરેશનનો કવરેજ ઘટાડીને દેશના 281 શહેરોમાં સીમિત કરી દેવામાં આવ્યો છે.
કંપનીએ એ પણ અહેવાલ આપ્યો છે કે તેણે બીજા ક્વાર્ટરમાં ડનકિન ડોનટ્સમાં પાંચ રેસ્ટોરન્ટ્સ બંધ કરી દીધી હતી.હવે કંપનીના સ્ટોર્સની સંખ્યા 30 થી ઘટીને 26 થઈ ગઈ છે. અહેવાલ મુજબ રેસ્ટોરન્ટની કામગીરીને કોરોના રોગચાળાથી અસર થઈ હતી જેને પગલે વેચાણના આંકડામાં ઘટાડો થયો હતો. બીજા ક્વાર્ટરમાં જ્યુબિલન્ટ ફૂડનો નફો રૂ .73.4 કરોડથી વધીને રૂ. 76.9 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક ઘટી છે જે રૂ. 998.05 કરોડથી 18.2% ઘટીને રૂ .816.33 કરોડ થઈ છે. કંપનીની EBITDA સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 214.6 કરોડ રૂપિયા નોંધાઈ છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૩૫ કરોડ હતી. બીજા ક્વાર્ટરમાં EBITDA માર્જીન 26.6% હતું જે અગાઉના વર્ષના 23.8% હતું.
જ્યુબિલન્ટ ફૂડ શ્રીલંકામાં 22 અને બાંગ્લાદેશમાં 4 સ્ટોર્સ ચલાવે છે. કંપનીએ જણાવ્યું છે કે આ દેશોમાં સ્ટોર્સ બીજા ક્વાર્ટર દરમિયાન કાર્યરત છે. આ સિવાય એકંદરે સિસ્ટમ રિકવરી પણ સારી હતી. ઓનલાઇન વેચાણમાં ડિલિવરીના વેચાણમાં 99% અને મોબાઇલ ઓર્ડરના વેચાણમાં 98% નો વધારો થયો છે. 4.38 કરોડ મોબાઇલ ઓર્ડરિંગ એપ્લિકેશન્સ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડાઉનલોડ કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો