
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક ખેલાડીનો પ્રવેશ થઈ શકે છે. Jio Financial સર્વિસિસ અને BlackRock ફાઇનાન્શિયલ મેનેજમેન્ટે આ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે અરજી કરી છે. Jio Financial અને BlackRockએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીને પેપર્સ સબમિટ કર્યા છે. Jio અને BlackRock બંને આ સંયુક્ત સાહસમાં $150 મિલિયનનું રોકાણ કરશે. આ સાહસનું નામ Jio Blackrock છે.
31 ડિસેમ્બર 2023 ના રોજ મ્યુચ્યુઅલ ફંડ એપ્લિકેશન્સની અપડેટ કરેલી સૂચિ અનુસાર, બંને કંપનીઓએ 19 ઓક્ટોબર 2023 ના રોજ સંયુક્ત સાહસ તરીકે આ અરજી કરી હતી. સેબીએ હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લીધો નથી. BlackRock એસેટ મેનેજર્સ વિશ્વનું સૌથી મોટું ફંડ છે. અગાઉ તે ડીએસપી બ્લેકરોક તરીકે અસ્તિત્વમાં હતું પરંતુ ડીએસપી અને બ્લેકરોક 2018 માં અલગ થઈ ગયા હતા. હવે તે ફરી એકવાર Jio Financial Services સાથે બજારમાં પ્રવેશી છે.
Jio Financial-BlackRock ઉપરાંત અબીરા સિક્યોરિટીઝે ફરીથી મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ માટે અરજી કરી છે. અબીરા સિક્યોરિટીઝ એ કોલકાતા સ્થિત સ્ટોક બ્રોકિંગ હાઉસ છે જેની શરૂઆત 2012માં થઈ હતી. અબીરા સિક્યોરિટીઝે અગાઉ એપ્રિલ 2022માં મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે અરજી કરી હતી, પરંતુ ત્યારપછીની યાદીઓમાં તેનું નામ ગાયબ હતું.
આ ઉપરાંત, એન્જલ વનને ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ સેબી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હતી, પરંતુ સેબીએ હજુ સુધી અંતિમ નોંધણી માટે મંજૂરી આપી નથી.
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઘણી સ્પર્ધા છે અને હાલમાં તેમાં 45 ખેલાડીઓ છે. આ રૂ. 50 લાખ કરોડથી વધુનું બજાર છે, એટલે કે હાલમાં મ્યુચ્યુઅલ ફંડ રૂ. 50 લાખ કરોડથી વધુના ફંડનું સંચાલન કરી રહ્યા છે. ગયા વર્ષે 2023માં, ત્રણ નવા ફંડ હાઉસે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ સ્કીમ જૂનમાં લોન્ચ કરી હતી.
આ પણ વાંચો : અદાણી ગ્રુપમાં રોકાણ કરીને આ વ્યક્તિ બન્યો માલામાલ, થોડા દિવસોમાં બનાવી 40,000 કરોડથી વધુની સંપત્તિ, જાણો કઈ રીતે
સમીર અરોરાના હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ અને ઝેરોધા ફંડ હાઉસે ઓક્ટોબરમાં બે યોજનાઓ શરૂ કરી હતી. હેલિયોસ અને બજાજ ફિનસર્વ સક્રિય રીતે સંચાલિત ફંડ્સ લોન્ચ કરશે જ્યારે ઝેરોધા ફંડ હાઉસે નિષ્ક્રિય અભિગમ અપનાવ્યો છે.
મહત્વનું છે કે Jio Financial ઓગસ્ટ 2023માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયું હતું. ત્યારથી શેર એવરેજ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કંપની વિવિધ પ્રકારની નિયમનકારી મંજૂરીઓની રાહ જોઈ રહી છે, જેના પછી કંપની મોટા પાયે તેની કામગીરી શરૂ કરશે. આજના ટ્રેડિંગના અંતે Jio Financial નો શેર 0.36 ટકાના ઘટાડા સાથે રૂ. 234.50 પર બંધ થયો હતો.