હવે હવાઈ યાત્રા થઈ શકે છે મોંઘી, 4000 રૂપિયા પ્રતિ કિલોમિટર સુધી વધી Jet Fuelની કિંમત

તમને જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે જેટ ફ્યુઅલના દર બદલે છે. આ ફેરફાર આંતરરાષ્ટ્રીય કિંમતો અને રૂપિયા-ડોલરના વિનિમય દર પર આધારિત છે.

હવે હવાઈ યાત્રા થઈ શકે છે મોંઘી, 4000 રૂપિયા પ્રતિ કિલોમિટર સુધી વધી Jet Fuelની કિંમત
જેટ ફ્યુઅલ થયુ મોંઘુ
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Oct 01, 2021 | 5:31 PM

વિમાનમાં (Airlines) મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર છે. ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે એટલે કે 1 લી ઓક્ટોબરના રોજ જેટ ફ્યુઅલ (Jet Fuel) અથવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં ભારે વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ ATF ના ભાવમાં 3972.94 રૂપિયા પ્રતિ કિલોલીટરનો વધારો કર્યો છે. જેટ ફ્યુલમાં વધારો થયા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેની કિંમત 72,582.16 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ATF ની કિંમતમાં વધારો થવાને કારણે ફ્લાઈટ ટિકિટના ભાવ વધી શકે છે.

તમને જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે જેટ ફ્યુઅલ બદલે છે. આ ફેરફાર આંતરરાષ્ટ્રીય કિંમતો અને રૂપિયા-ડોલરના વિનિમય દર પર આધારિત છે.

ચાર મહાનગરોમાં ATF ના ભાવ

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હીમાં ATF ની કિંમત વધીને 72,582.16 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તે જ સમયે, તે કોલકાતામાં 76,590.86 રૂપિયા, મુંબઈમાં 70,880.33 રૂપિયા અને ચેન્નઈમાં 74,562.59 રૂપિયા પ્રતિ કિલોલીટર રહી છે.

હવાઈ ​​મુસાફરી મોંઘી થશે

હવાઈ ​​ઈંધણના ભાવમાં ઝડપી વધારાને કારણે હવાઈ મુસાફરી મોંઘી થશે. એર ટિકિટની સાથે કાર્ગોના દરમાં પણ વધારો થશે. મુસાફરો પર ભાડાનો બોજ વધશે અને તેની અસર વિમાનના મુસાફરોની સંખ્યા પર પડશે. ઉડ્ડયન ક્ષેત્રમાં, એરલાઇનના 40 થી 50 ટકા ખર્ચ માત્ર એટીએફની ખરીદી પર થાય છે. કોરોના મહામારીથી ઉડ્ડયન ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડ્યો છે. સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ થઈ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ યથાવત છે.

 પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તું છે વિમાનનું ફ્યુલ

1 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ હોવા છતાં, કાર-બાઇકનું પેટ્રોલ-ડીઝલ વિમાનના તેલ કરતાં મોંઘું છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ATF ની કિંમત 72,582.16 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. એટલે કે, એક લિટર જેટ ઇંધણની કિંમત 72.58 રૂપિયા છે.

મોંઘો થયો એલપીજી ગેસ સિલિન્ડર 

ઓક્ટોબરના પહેલા દિવસે જેટ ફ્યુઅલ ઉપરાંત LPG ગેસ સિલિન્ડરની કિંમત પણ વધી છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

જો કે, ઓઇલ કંપનીઓએ સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :  Air India ને TATA Group દ્વારા ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર વહેતાં થતા જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં ઉછાળો આવ્યો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati