ITR Filing: આજથી ડિવિડન્ડ આવકના નિયમમાં કરાયો ફેરફાર, જાણો વિગતવાર

જો, કોઈ શેરહોલ્ડરોને વહેંચાયેલું ડિવિડન્ડની રકમ નાણાકીય વર્ષમાં રૂ 5000થી વધુ હોય તો ઘરેલું કંપનીઓ TDS ની 10% કપાત કરવા માટે જવાબદાર છે.

ITR Filing: આજથી ડિવિડન્ડ આવકના નિયમમાં કરાયો ફેરફાર, જાણો વિગતવાર
Income Tax Department
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 10:20 AM

જુલાઈની શરૂઆત સાથે કરદાતાઓએ નાણાકીય વર્ષ 2020-21 (FY 21) માટે ઇન્કમટેક્સ રીટર્ન (ITR) ફાઇલ કરવાની તૈયારી કરવી જોઇએ. વર્તમાન આકારણી વર્ષ માટે ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવો જ એક ફેરફાર ડિવિડન્ડ આવક(Dividend Income)ના અહેવાલને લગતો છે. જો પાછલા નાણાકીય વર્ષમાં તમે ડિવિડન્ડથી આવક મેળવી છે તો તમારે ભૂલ્યા વગર આઈટીઆર ફાઇલિંગમાં ફેરફારોની નોંધ લેવાની જરૂર છે.

નાણાકીય વર્ષ 21 પહેલા એક વર્ષમાં 10 લાખ રૂપિયા સુધીની ડિવિડન્ડ આવક કરદાતાઓ માટે કરપાત્ર નહોતી, કારણ કે કંપનીઓએ ડિવિડન્ડ ચુકવણી કરતા પહેલા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ચૂકવવો પડતો હતો. પરંતુ જે લોકોને રૂ 10 લાખથી વધારે ડિવિડન્ડ મળ્યા છે તેઓ ડિવિડન્ડની રકમ પર માત્ર 10% ટેક્સ ભરતા હતા. જો કે, નાણાકીય વર્ષ 21 થી સરકારે વહેંચાયેલ ડિવિડન્ડ કરપાત્ર બનાવ્યા છે.

જો, કોઈ શેરહોલ્ડરોને વહેંચાયેલું ડિવિડન્ડની રકમ નાણાકીય વર્ષમાં રૂ 5000થી વધુ હોય તો ઘરેલું કંપનીઓ TDS ની 10% કપાત કરવા માટે જવાબદાર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અગાઉ ITR ફાઇલ કરતી વખતે ડિવિડન્ડ આવક ‘Exempted Income’ શીર્ષક હેઠળ બતાવવામાં આવતી હતી, પરંતુ હવે તે કલમ 56 (૨) (i) મુજબ ‘Income from other sources’ શીર્ષક હેઠળ બતાવવામાં આવશે, કેમ કે હવે આ આવક કરપાત્ર બની છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારે સૂચિત નવા આઇટીઆર ફોર્મમાં કરદાતાઓ દ્વારા વર્ષ દરમિયાન મેળવેલ ડિવિડન્ડ આવકની વિગતો શામેલ કરવા માટે શિડ્યુલ OSમાં સુધારો કરવામાં આવ્યો છે.

એડવાન્સ ટેક્સની ચુકવણીમાં ડિફોલ્ટ માટે વ્યાજની ગણતરી માટે કરદાતાઓએ હવે નાણાકીય વર્ષમાં મળેલા ડિવિડન્ડ આવકના ત્રિમાસિક ધોરણે બ્રેકઅપ પ્રદાન કરવું પડશે, ક્ષેત્રના નિષ્ણાતો કહે છે. 1 લી એપ્રિલ 2020 થી 15 જૂન 2020, 16 મી જૂન 2020 થી 15 સપ્ટેમ્બર 2020, 16 સપ્ટેમ્બર 2020 થી 15 ડિસેમ્બર 2020, 16 ડિસેમ્બર 2020 થી 15 માર્ચ 2021, અને 16 માર્ચ 2021 થી 31 માર્ચ 2021 ના ​​સમયગાળા માટે બ્રેકઅપ આપી શકાય છે.

નોંધનીય છે કે કરદાતાઓએ હવે ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી છે જેમાં ડિવિડન્ડ મળે છે. ડિવિડન્ડ આવક પર એડવાન્સ ટેક્સ ન ભરવા પર અગાઉ વ્યાજ દંડમાંથી મુક્તિ ત્યાં હતી કારણ કે ડિવિડન્ડ આવકની આગાહી કરવી શક્ય નહોતું.

શક્ય છે કે આ વર્ષે કરદાતાઓને ડિવિડન્ડ આવક pre-filled પૂરી પાડવામાં આવશે કારણ કે IT વિભાગે કંપનીઓને વિભાગને ચૂકવેલ ડિવિડન્ડની માહિતી જાહેર કરવી ફરજિયાત બનાવી દીધી છે. જો તમને તમારા ITRમાં pre-filled ડેટા મળે તો તમારે માહિતીની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">