ITR Filing 2024 : સમયસર ITR ફાઈલ ન કરવા પર કેટલો દંડ લાગશે? વાંચો વિગતવાર માહિતી

|

Jul 17, 2024 | 7:36 AM

ITR Filing 2024 : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક છે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેમના ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે જ્યારે 2.7 કરોડથી વધુ લોકો તેમના ITR ફાઇલ કરી ચૂક્યા છે.

ITR Filing 2024 : સમયસર ITR ફાઈલ ન કરવા પર કેટલો દંડ લાગશે? વાંચો વિગતવાર માહિતી

Follow us on

ITR Filing 2024 : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક છે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેમના ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે જ્યારે 2.7 કરોડથી વધુ લોકો તેમના ITR ફાઇલ કરી ચૂક્યા છે.

જો કે, દર વર્ષે લાખો લોકો આવકવેરા દ્વારા નિર્ધારિત છેલ્લી તારીખ પહેલાં રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય છે જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડે છે. આજે આ અહેવાલ દ્વારા અમે તમને ITR સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં છેલ્લી તારીખ પછી ITR ફાઇલ કરવા પર દંડ પણ સામેલ છે.

નિયત તારીખ ચૂકી જવાની સજા શું છે?

આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. જો આ સમયમર્યાદા પછી ITR ફાઈલ કરવામાં આવે તો તમારે દંડનો સામનો કરવો પડશે. મોડું રિટર્ન ફાઇલ કરવા પર 5,000 રૂપિયાનો નિશ્ચિત દંડ લાગે છે. વધુમાં, 10,000 રૂપિયાથી વધુની કર જવાબદારી ધરાવતા કરદાતાઓએ બાકી કરની રકમ પર દર મહિને વધારાનું 1% વ્યાજ ચૂકવવું પડી શકે છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

TDS ન કાપવા બદલ દંડ ભરવો પડશે

ITR ફાઈલ કરવામાં ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) મહત્વની ભૂમિકા ભજવે છે. જો રૂ. 50 લાખથી વધુની પ્રોપર્ટીની ખરીદી પર TDS કાપવામાં ન આવે અથવા કપાત પછી પણ સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવામાં ન આવે તો દર મહિને 1% થી 1.5% સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સિવાય વીમામાં ખોટો PAN નંબર આપવા પર 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે જ્યારે 2 લાખ રૂપિયાથી વધુના રોકડ વ્યવહાર પર પણ દંડ ભરવો પડશે.

છેલ્લી તારીખ પછી તમે રિટર્નનો દાવો કરી શકશો નહીં

તમને જણાવી દઈએ કે જો ITR નિયત તારીખ પછી ફાઇલ કરવામાં આવે છે, તો ઘણા પ્રકારના રિટર્નનો દાવો કરી શકાતો નથી. તમારી સમજણ માટે, જો છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરવામાં આવે તો કલમ 10A, 10B, 80-IA, 80-IB, 80-IC, 80-ID અને 80-IE હેઠળ કપાત ઉપલબ્ધ ન હોઈ શકે. કર લાભો વધારવા અને બિનજરૂરી નાણાકીય બોજ ટાળવા માટે સમયસર ફાઇલિંગ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : ITR Filing: શું ફોર્મ-16 વિના પણ ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાય? જાણો પ્રોસેસ

Next Article