IPO: Shyam Metalics નો IPO 14 જૂને લોન્ચ થશે, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો વાંચો આ અહેવાલ

કોલકાતા સ્થિત સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ. (Shyam Metalics and Energy Ltd) રૂ. 1107 કરોડ એકત્ર કરવા માટે 14 જૂને પોતાનો આઈપીઓ લોન્ચ કરશે.

IPO: Shyam Metalics નો IPO 14 જૂને લોન્ચ થશે, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો વાંચો આ અહેવાલ
Today 4 IPO's are bringing investment opportunity
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 9:45 AM

કોલકાતા સ્થિત સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ. (Shyam Metalics and Energy Ltd) રૂ. 1107 કરોડ એકત્ર કરવા માટે 14 જૂને પોતાનો આઈપીઓ લોન્ચ કરશે. આ બાબતે સૂત્રોએ જણાવ્યું છે કે આ આઈપીઓ 14 જૂને સબ્સક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 16 જૂન સુધી સબ્સક્રાઇબ કરી શકશે.

સેબી (SEBI) સમક્ષ રજૂ કરાયેલા કંપનીના DRHP મુજબ, આ પબ્લિક ઈશ્યું માટે કંપની રૂ.657 કરોડના નવા ઇક્વિટી શેર રજૂ કરશે, જ્યારે કંપનીના પ્રમોટરો અને હાલના રોકાણકારો માટે 450 કરોડના OFS ઇશ્યૂ કરશે.

આ આઈપીઓ દ્વારા ઉભા કરેલા રૂ.657 કરોડનો ઉપયોગ પોતાના અને તેની સહયોગી કંપની એસએસપીએલનું દેવું ચૂકવવા માટે કરશે. શ્યામ મેટાલિક્સ આ આઇપીઓ માટે તેના મુખ્ય મેનેજર તરીકે આઇસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ, જેએમ ફાઇનાન્સિયલ અને એસબીઆઇ કેપિટલની નિમણૂક કરી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

કંપનીની બેલેન્સશીટ અને વ્યવસાય

31 ડિસેમ્બર 2020 સુધીમાં શ્યામ મેટાલિક્સ પરનું કુલ દેવું 381.12 કરોડ રૂપિયા હતું. જ્યારે તેની સહયોગી કંપની એસએસપીએલ પર 398.60 કરોડનું દેવું હતું. એટલે કે, કંપનીનું કુલ દેવું 886.29 કરોડ છે. નાણાકીય વર્ષ 2020-21 ના ડિસેમ્બર ક્વાર્ટર સુધી કંપનીની કુલ આવક 3933.08 કરોડ રૂપિયા હતી.

ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીની કુલ આવક 3283.09 કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં શ્યામ મેટાલિક્સને 456.32 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. જ્યારે પાછલા નાણાકીય વર્ષ Q3 માં કંપનીનો ચોખ્ખો નફો ફક્ત 260.36 કરોડ રૂપિયા હતો.

પશ્ચિમ બંગાળના મંગલપુર ખાતે ઓડિશાના સંભલપુર અને જમુરિયામાં હાલમાં કંપનીના 3 સ્ટીલ ઉત્પાદક એકમો છે. કંપની દર વર્ષે 57 લાખ ટનથી વધુ સ્ટીલનું ઉત્પાદન કરે છે. આ સિવાય કંપની પાસે 227 મેગાવોટની ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ પણ છે.

આ ઉપરાંત, શ્યામ મેટાલિક્સ પશ્ચિમ બંગાળના પકુરિયા ખાતે એલ્યુમિનિયમ ફોઇલ રોલિંગ મિલ સ્થાપિત કરશે, જે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">