આ સરકારી બેન્કે મચાવી ધમાલ, બીજા ક્વાર્ટરમાં નફો 154 ટકા વધ્યો, NPA ઘટ્યું

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બેંક પણ આરબીઆઈના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA)માંથી બહાર આવી હતી. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક 5,376 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 5,431 કરોડ રૂપિયા હતી.

આ સરકારી બેન્કે મચાવી ધમાલ, બીજા ક્વાર્ટરમાં નફો 154 ટકા વધ્યો, NPA ઘટ્યું

ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)નો નેટ પ્રોફિટ બમણાથી વધુ વધીને 376 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 148 કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બેંક IOB રિઝર્વ બેંક (RBI)ના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA)માંથી પણ બહાર આવી ગઈ છે.

 

બેન્કે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં તેની કુલ આવક 5,376 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 5,431 કરોડ રૂપિયા હતી.

 

NPAમાં ઘટાડો થયો

સંપત્તિના મામલે બેન્કે નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)ના સંદર્ભમાં સારું પ્રદર્શન કર્યું. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ કુલ લોન પર બેંકની નેટ એનપીએ  (NPA) 2.77 ટકા હતી, જે એક વર્ષ અગાઉ 4.30 ટકા હતી. આઈઓબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નેટ એનપીએ 2.77 ટકા છે જે આરબીઆઈની નિર્ધારિત માર્ગદર્શિકાની અંદર છે.

 

વેલ્યુ ટર્મમાં નેટ એનપીએ 5,291 કરોડ રૂપિયાથી ઘટીને 3,741 કરોડ રૂપિયા થઈ છે. ગ્રોસ એનપીએ 13.04 ટકા ( 17,660 કરોડ રૂપિયા)થી ઘટીને 10.66 ટકા (15,666 કરોડ રૂપિયા) રહી છે. બેડ લોન અને આકસ્મિકતા માટેની બેંકની જોગવાઈ આ ત્રિમાસિક ગાળા દરમિયાન ઘટીને 1,036.37 કરોડ રૂપિયા થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1,192.55 કરોડ રૂપિયા હતી.

 

શેર 1.35 ટકા વધીને બંધ રહ્યો હતો

બજારના ઘટાડા વચ્ચે બુધવારે ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો શેર 1.35 ટકા વધીને 22.50 રૂપિયા પર બંધ થયો હતો.

 

PCA ફ્રેમવર્કમાંથી બહાર નિકળ્યું

તમને જણાવી દઈએ કે ગયા મહિને રિઝર્વ બેંકે ઈન્ડિયન ઓવરસીઝ બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA Framework)માંથી બહાર કરી દીધી છે. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડ ઓફ ફાયનાન્સિયલ સુપરવિઝન દ્વારા ઈન્ડિયન ઓવરસીઝ બેંકની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. 31મી માર્ચ 2021ના રોજ જાહેર થયેલા પરિણામ મુજબ બેંકે PCA પેરામીટરનું ઉલ્લંઘન કર્યું નથી. આવી સ્થિતિમાં તેને હવે PCA ફ્રેમવર્કમાંથી બહાર કરવામાં આવ્યું છે.

 

PCA ફ્રેમવર્કમાંથી બહાર આવ્યા બાદ હવે બેંક મુક્તપણે લોનનું વિતરણ કરી શકશે અને બિઝનેસ કરી શકશે. જો કોઈ બેંક રિઝર્વ બેંકના PCA ફ્રેમવર્ક હેઠળ રહે છે તો તેના પર લોન આપવા અને વ્યવસાય કરવા માટે ઘણા નિયંત્રણો લાદવામાં આવતા હોય છે. ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર 2015માં ઈન્ડિયન ઓવરસીઝ બેંક પર આ લાગુ કર્યુ હતુ.

 

આ પણ વાંચો :  Share Market : શેરબજારે ફરી તેજીની રફ્તાર પકડી, Sensex 61500 ને પાર પહોંચ્યો Nifty 18331 સુધી ઉછળ્યો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati