મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો, ઓગસ્ટમાં 6120 કરોડનું રોકાણ થયું, છેલ્લા 10 મહિનામાં સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ

જ્યારે માર્કેટ રેન્જમાં ટ્રેડિંગ કરે છે, ત્યારે મનમાં પ્રશ્ન આવે છે કે એવા કયા સેક્ટર છે જ્યાં ગ્રોથ જોવા મળી રહ્યો છે અને તે પછી સવાલ આવે છે કે એવા કયા શેરો છે જે સારો દેખાવ કરી રહ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો, ઓગસ્ટમાં 6120 કરોડનું રોકાણ થયું, છેલ્લા 10 મહિનામાં સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 7:37 AM

મ્યુચ્યુઅલ ફંડ્સ(Mutual Funds)માં રોકાણકારોનું વલણ ઘટી રહ્યું છે. સ્થાનિક શેરબજારમાં અસ્થિર વાતાવરણ વચ્ચે ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 6,120 કરોડનું રોકાણ આવ્યું છે. આ આંકડો છેલ્લા 10 મહિનામાં સૌથી ઓછો છે. આ માહિતી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એમ્ફી(AMFI)ના ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. ફુગાવાની ચિંતા સતત વધી રહી હોવાથી બજાર અસ્થિર રહે છે. ઇક્વિટી ઉપરાંત ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ગયા મહિને રૂ. 49,164 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો જે જુલાઈમાં રૂ. 4,930 કરોડના રોકાણ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.

જુલાઈમાં 8,898 કરોડનું રોકાણ થયું હતું

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સકારાત્મક પ્રવાહનો આ સતત 18મો મહિનો હોવા છતાં છેલ્લા કેટલાક મહિનામાં રોકાણની ગતિ ધીમી પડી છે. શુક્રવારે Amfi દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ઓગસ્ટમાં ચોખ્ખું રોકાણ જુલાઈની સરખામણીએ ઓછું હતું. જુલાઈમાં 8,898 કરોડનું રોકાણ થયું હતું. જૂનમાં આ આંકડો રૂ. 18,529 કરોડ અને મે મહિનામાં રૂ. 15,890 કરોડ હતો.

ઑગસ્ટ મહિનામાં ઑક્ટોબર 2021 પછી સૌથી ઓછું રોકાણ જોવા મળ્યું છે. ત્યારે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 5,215 કરોડનું રોકાણ થયું હતું. માર્ચ 2021 થી ઇક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખા રોકાણનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અગાઉ જુલાઈ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી આવી યોજનાઓમાં સતત 8 મહિના સુધી ઉપાડ જોવામાં આવતો હતો. આ સમયગાળા દરમિયાન આ યોજનાઓમાંથી કુલ રૂ. 46,791 કરોડ ઉપાડવામાં આવ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મોંઘવારી અંગે ચિંતા સતત વધી રહી છે

ફુગાવાની ચિંતા સતત વધી રહી હોવાથી બજાર અસ્થિર રહે છે. ઇક્વિટી ઉપરાંત ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ગયા મહિને રૂ. 49,164 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો જે જુલાઈમાં રૂ. 4,930 કરોડના રોકાણ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. એકંદરે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે જુલાઈમાં રૂ. 23,605 કરોડની સરખામણીએ ઓગસ્ટમાં રૂ. 65,077 કરોડનો ચોખ્ખો પ્રવાહ નોંધ્યો હતો.

મ્યુચ્યુઅલ ફંડની રણનીતિ

જ્યારે માર્કેટ રેન્જમાં ટ્રેડિંગ કરે છે, ત્યારે મનમાં પ્રશ્ન આવે છે કે એવા કયા સેક્ટર છે જ્યાં ગ્રોથ જોવા મળી રહ્યો છે અને તે પછી સવાલ આવે છે કે એવા કયા શેરો છે જે સારો દેખાવ કરી રહ્યા છે. આ પ્રશ્નો વારંવાર રિટેલ રોકાણકારોના મનમાં હોય છે, પરંતુ આપણે મ્યુચ્યુઅલ ફંડ્સ જે ક્ષેત્રો પસંદ કરી રહ્યાં છે તેના વિશે પણ વિચારવાની જરૂર છે. આ છૂટક રોકાણકારોને ક્ષેત્રો અને શેરોની પસંદગીમાં ઘણી મદદ કરે છે.

નિફ્ટીના વર્તમાન સ્તરો વિશે વાત કરીએ તો શેરબજારમાં હંમેશા Bull Vs Bear ની લડાઈ જોવા મળે છે. આ સમયે પણ તેજીવાળાઓને આશા છે કે નિફ્ટી 18,000ની સપાટીને સ્પર્શશે પરંતુ બેરર્સ 17400ના સ્તરને તૂટવાની રાહ જોઈ રહ્યા છે. આ બધું સમજતા પહેલા તમારા માટે સરળ રસ્તો એ છે કે તમારે એ પણ સમજી લેવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ કયા સેક્ટર અને સ્ટોક્સ પર સટ્ટો લગાવે છે. કારણ કે મોટાભાગના ફંડ હાઉસ એવી કંપનીઓ પર દાવ લગાવે છે જેમની કમાણી સતત વધવાની અપેક્ષા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">