Inflation: ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાએ માઝા મૂકી, 27 મહિનાનાં ઉંચા સ્તર પર

Inflation:  આર્થિક મોરચે ફરી પાછા એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. જે દેશની ઈકોનોમીને હચમચાવનારા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને રડાવી રહ્યા છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાએ માઝા મૂકી છે અને તે બમણો વધીને ૪.૧૭ ટકા નોંધાયો છે

| Updated on: Mar 16, 2021 | 8:29 AM

Inflation:  આર્થિક મોરચે ફરી પાછા એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. જે દેશની ઈકોનોમીને હચમચાવનારા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને રડાવી રહ્યા છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાએ માઝા મૂકી છે અને તે બમણો વધીને ૪.૧૭ ટકા નોંધાયો છે જે છેલ્લા ૨૭ મહિનાના ઊંચામાં ઊંચા સ્તરે પહોંચી ગયો છે.

ફૂડ, ફ્યૂઅલ અને વીજળીના ભાવમાં અસહ્ય વધારાએ લોકોને બેહાલ બનાવ્યા છે. આ અગાઉ નવેમ્બર ૨૦૧૮માં WPI ૪.૪૭ ટકા નોંધાયો હતો. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૪.૧૭ ટકા રહ્યો હતો જે ગયા મહિને જાન્યુઆરીમાં ૨.૦૩ ટકા નોંધાયો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તે ૨.૨૬ ટકાના દરે મર્યાદિત રહ્યો હતો. ગયા મહિને ગ્રાહક ભાવ આધારિત છૂટક ફુગાવો પણ વધીને ૫.૦૩ ટકા રહ્યો હતો. ફૂડ અને ફ્યૂઅલના ભાવ અનુક્રમે ૧.૩૬ ટકા અને ૦.૫૮ ટકા વધ્યા હતા. મેન્યુફેકચર્ડ પ્રોડક્ટનો ફુગાવો જાન્યુઆરીમાં ૫.૧૩ ટકા હતો તે વધીને ૫.૮૧ ટકા થયો હતો. થોડા મહિના સુધી ખાદ્યચીજો સસ્તી રહ્યા પછી ફેબ્રુઆરીમાં તેના ભાવમાં ભડકો થયો હતો જેના કારણે છૂટક ભાવ આધારિત ફુગાવો અને જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવામાં વધારાએ લોકોનાં બજેટ ખોરવી નાંખ્યાં હતાં. ફેબ્રુઆરીમાં ફૂડ બાસ્કેટમાં વાર્ષિક ધોરણે ૧.૩૬ ટકાનો વધારો થયો હતો. જાન્યુઆરીમાં તેમાં વાર્ષિક ધોરણે ૨.૮૦ ટકાનો ઘટાડો થયો હતો. ખાદ્યચીજોના જથ્થાબંધ ભાવ ગયા મહિને ૩.૩૧ ટકા વધ્યા હતા વાર્ષિક ધોરણે તેમાં ૦.૨૬ ટકાનો ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં શાકભાજીના ભાવ ૨.૯૦ ટકા ઘટયા હતા. જ્યારે જાન્યુઆરીમાં તે વાર્ષિક ધોરણે ૨૦.૮૨ ટકા ઘટયા હતા. જોકે કઠોળના ભાવમાં ૧૦.૨૫ ટકાનો અને ફળોના ભાવમાં ૯.૪૮ ટકાનો વધારો થયો હતો. ડુંગળીના ભાવ ૩૧.૨૮ ટકા હતા જે જાન્યુઆરીમાં માઈનસ ૩૨.૫૫ ટકા હતા. મેન્યુફેક્ચર્ડ ચીજોમાં બેવરેજીસ, ટેક્સ્ટાઈલ, લાકડાની પેદાશો, પેપર પ્રોડક્ટ, કેમિકલ્સ, રબર અને પ્લાસ્ટિકના ભાવ વધ્યા હતા..

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">