Forex Reserves : ભારતનો વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશના ખજાનામાં કેટલું છે સોનું

રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો થવાનું કારણ વિદેશી ચલણની સંપત્તિમાં વધારો એટલે કે FCA (Foreign Currency Assets) છે, જે સમગ્ર ભંડારનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 46.3 કરોડ ડોલર વધીને 568.784 અબજ ડોલર થયો છે.

Forex Reserves : ભારતનો વિદેશી મુદ્રા ભંડાર  રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશના ખજાનામાં કેટલું છે સોનું
Forex Reserve of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 7:15 AM

16 જુલાઈ, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણનો ભંડોળ(Foreign Exchange Reserves/Forex Reserves) 83.5 કરોડ ડોલર વધીને 612.73 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(Reserve Bank of India – RBI )દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ 9 જુલાઈના રોજ પૂરા થયેલા અગાઉના અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 1.883 અબજ ડોલર વધીને 611.895 અબજ ડોલર થયું છે. ૨ જુલાઈ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.013 અબજ ડોલર વધીને 610.012 અબજ ડોલર થયું છે. 25 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 5.066 અબજ ડોલર વધીને 608.999 અબજ ડોલર થયું હતું.

FCA માં 46.3 કરોડ ડોલરનો વધારો રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો થવાનું કારણ વિદેશી ચલણની સંપત્તિમાં વધારો એટલે કે FCA (Foreign Currency Assets) છે, જે સમગ્ર ભંડારનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 46.3 કરોડ ડોલર વધીને 568.784 અબજ ડોલર થયો છે. ડોલરની દ્રષ્ટિએ વ્યક્ત કરાયેલી વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી વિનિમય ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસર શામેલ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સોનાનો ભંડાર 37.333 અબજ થયો આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 37.7 કરોડ ડોલર વધીને 37.333અબજ ડોલર થયો છે. તે જ સમયે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથેનો SDR (Special Drawing Rights)1 મિલિયન ડોલર વધીને 1.548 અબજ ડોલર થયો છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન IMF સાથે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 7 મિલિયન ડોલર ઘટીને 5.1 અબજ ડોલર થયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">