AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર સરક્યો, સેન્સેક્સની 72332 પોઇન્ટના સ્તરે શરૂઆત

આજે મંગળવારે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે તેવા સંકેત વચ્ચે શરૂઆત ફલેટ થઇ અને કારોબાર ગણતરીના સમયમાં લાલ નિશાન નીચે સરકી ગયો છે. બજારના મુખ્ય સૂચકાંકો નજીવા વધારા સાથે શરૂ થયા હતા પણ તેજી ટકી ન હતી.

ભારતીય શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર સરક્યો, સેન્સેક્સની 72332 પોઇન્ટના સ્તરે શરૂઆત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2024 | 9:31 AM
Share

આજે મંગળવારે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે તેવા સંકેત વચ્ચે શરૂઆત ફલેટ થઇ અને કારોબાર ગણતરીના સમયમાં લાલ નિશાન નીચે સરકી ગયો છે. બજારના મુખ્ય સૂચકાંકો નજીવા વધારા સાથે શરૂ થયા હતા પણ તેજી ટકી ન હતી.

વૈશ્વિક સંકેતો નબળા છે. રજાઓ બાદ ખુલેલા વૈશ્વિક બજારમાં નિરાશ માહોલ રહે છે. ગિફ્ટ નિફ્ટી 21900ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 31 પોઈન્ટ વધીને 72,271 પર બંધ થયો હતો.

Stock Market Opening (02 January 2024)

  • SENSEX  : 72,332.85  +60.91 
  • NIFTY      : 21,751.35  +9.45 

આજે આ ખબરો પર રાખજો નજર જે સીધી કારોબારને અસર કરશે 

  1. કોમોડિટી રિપોર્ટ : કાચા તેલમાં ફરી રિકવરી આવી છે. 3 દિવસ સુધી ઘટાડા પછી, કાચા તેલમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે અને 78 ડોલરની નજીક પહોંચી ગયો છે. સોનું રૂ. 63,300 અને ચાંદી રૂ. 74,400ની ઉપર સપાટ ચાલી રહી છે.
  2. ઓટો સેલ્સ : ડિસેમ્બરમાં વાહનોનું વેચાણ અપેક્ષા કરતાં ઓછું હતું. ટાટા મોટર્સના કુલ વેચાણમાં સાડા ચાર ટકાનો વધારો થયો છે જ્યારે ટીવીએસ મોટર્સના વેચાણમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. રોયલ એનફિલ્ડના વેચાણમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
  3. BHEL ને મોટો ઓર્ડર મળ્યો : ભેલને નેવી તરફથી ભારે બંદૂકો બનાવવાનો ઓર્ડર મળ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે આ ઓર્ડર સાથે કંપની 80 વંદે ભારત ટ્રેન પણ બનાવશે. આ કારણે ભેલના શેર આજે ફોકસમાં રહી શકે છે.
  4. GST કલેક્શન :ડિસેમ્બર માટે GST કલેક્શન 10% વધીને 1 લાખ 65 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. જો કે, આ ત્રણ મહિનામાં સૌથી ઓછું GST કલેક્શન છે.
  5. વિન્ડફોલ ટેક્સ : કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ 1300 રૂપિયાથી વધારીને 2300 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. તે જ સમયે, ડીઝલ અને એટીએફ પર વધારાની ડ્યુટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે.

Disclaimer : રોકાણમાં સ્વાભાવિક જોખમ સમાયેલું છે અને અહેવાલ માત્ર શેર વિશે માહિતી પુરી પાડે છે.અમે રોકાણ પર વળતરની કોઈ બાંયધરી આપતા નથી.રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ લેવી જરૂરી છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં.

આ પણ વાંચો : વર્ષ 2024 ના પ્રારંભિક સપ્તાહમાં 3 કંપનીઓ સ્ટોક સ્પ્લિટ કરશે, જાણો એક્સડેટ સહિતની માહિતી

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">