Indian Railways : ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે?

Indian Railways : રેલ્વેના નિયમો અનુસાર, જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય અને તમારી પાસે રિઝર્વેશન ન હોય તો આ સ્થિતિમાં જો તમારે ટ્રેન દ્વારા ક્યાંક જવું હોય તો તમે જ્યાંથી મુસાફરી કરવા માંગો છો તે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ લઈને જ તમે ટ્રેનમાં ચઢી શકો છો. આનો ફાયદો એ થશે કે તમે ટ્રેનમાં હાજર TTE પાસેથી બનાવેલી ટિકિટ મેળવી શકશો.

Indian Railways : ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે?
When we start traveling by train, first of all we have to get train ticket
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 10:30 AM

જયારે આપણે ટ્રેનમાં મુસાફરી કરવાની શરૂઆત કરીએ ત્યારે  સૌથી પહેલા આપણે ટ્રેનની ટિકિટ લેવી પડે છે. ટ્રેનમાં બેસવાનું તો ઠીકપણ જો તમારે રેલવે સ્ટેશન પર જવું હોય તો પણ તમારે ત્યારે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે. આજે અમે તમને રેલવેના એક અદ્ભુત નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળી તમે આનંદ સાથે આશ્ચર્યચકિત થઇ જશો.આ કારણે તમારો સમય પણ બચી શકે છે અને તમે કોઈપણ પ્રકારની મુશ્કેલીથી સરળતાથી મુસાફરી કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાની!!! જોકે આમ કરતાં પહેલાં રેલવેના નિયમની જાણકારી હોવી જરુરી છે અન્યથા મફત મુસાફરીના ચક્કરમાં જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે છે.

જ્યારે પણ આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે તેના માટે પાસ, જનરલ ટિકિટ કે રિઝર્વેશન ટિકિટ જરૂરી હોય છે. કારણ કે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે TTE તમારી ટિકિટ ચેક કરે છે. જો તમે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા જોવા માળો તો તમારે દંડ ભરવો પડશે. દંડ રેલવેના નિર્ધારિત નિયમો મુજબ છે. કેટલાક કિસ્સાઓમાં ધરપકડ પણ થઇ શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્લેટફોર્મ ટિકિટ લઈને જ તમે ટ્રેનમાં ચઢી શકો છો

બીજી તરફ રેલ્વેના નિયમો અનુસાર, જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય અને તમારી પાસે રિઝર્વેશન ન હોય તો આ સ્થિતિમાં જો તમારે ટ્રેન દ્વારા ક્યાંક જવું હોય તો તમે જ્યાંથી મુસાફરી કરવા માંગો છો તે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ લઈને જ તમે ટ્રેનમાં ચઢી શકો છો. આનો ફાયદો એ થશે કે તમે ટ્રેનમાં હાજર TTE પાસેથી બનાવેલી ટિકિટ મેળવી શકશો. હા, તમે ટ્રેનની અંદર જ ટિકિટ મેળવી શકો છો.

તરત જ TTEનો સંપર્ક કરો

આ નિયમ રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે. આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. આ પછી તમે જ્યાંથી ઉતરવા માંગો છો તે સ્ટેશન પર TTE ટિકિટ બનાવે છે. આવી સ્થિતિમાં તમે તમારી મુસાફરી સરળતાથી કરી શકો છો અને રેલવેને કોઈ નુકસાન નહીં થાય અને તમને કોઈપણ ટ્રેનમાં ચેકિંગ વગેરેના જોખમનો સામનો કરવો નહીં પડે. આ વિકલ્પનો મોટેભાગે ઇમરજન્સી જેવા સંજોગોમાં જ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">