ભારતીય કંપનીઓએ ચાલુ વર્ષે IPO દ્વારા 31000 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જાણો કોરોનાકાળમાં પણ કેમ છવાઈ તેજી?

વૈશ્વિક બજારો(Global Market )માં સારી લીકવીડિટી અને સ્થાનિક શેરબજારો(Share Market)માં તેજીના કારણે ભારતીય કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષ FY 2020-21 માં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા 31000 કરોડ એકત્ર કર્યા છે.

ભારતીય કંપનીઓએ ચાલુ વર્ષે IPO દ્વારા 31000 કરોડ રૂપિયા એકત્ર  કર્યા, જાણો કોરોનાકાળમાં પણ કેમ છવાઈ તેજી?
વધુ બે કંપનીઓ રોકાણ માટેની તક લાવી રહી છે.
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 7:54 AM

વૈશ્વિક બજારો(Global Market )માં સારી લીકવીડિટી અને સ્થાનિક શેરબજારો(Share Market)માં તેજીના કારણે ભારતીય કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષ FY 2020-21 માં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા 31000 કરોડ એકત્ર કર્યા છે. બજારના નિષ્ણાતો અનુસાર આગામી નાણાકીય વર્ષ 2021-22 માટે IPO પાઇપલાઇન ખૂબ મજબૂત છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના ભરડા છતાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન IPO દ્વારા એકત્રિત કરાયેલા ભંડોળનો આ વર્ષે સર્વોચ્ચ આંકડો પ્રાપ્ત થયો છે.

28 કંપનીઓ પાસે IPO દ્વારા રૂ 28710 કરોડ એકત્ર કરવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની મંજૂરી છે. LIC, HDB ફાઇનાન્સિયલ સર્વિસિસ, NCDX, ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકના IPO 2021-22માં અપેક્ષિત છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર શેર બજારોમાં ઉપલબ્ધ ડેટા પ્રમાણે 30 કંપનીઓએ 2020-21માં આઈપીઓ દ્વારા 31277 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

IPO સિવાય યસ બેંકનો 15 હજાર કરોડનો FPO પણ આવ્યો હતો. નાણાકીય વર્ષમાં 13 IPO દ્વારા 20352 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે. આ જ રીતે વર્ષ 2018-19માં 14 કંપનીઓએ IPOથી 14719 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. વર્ષ 2017-18માં, 45 કંપનીઓએ IPOથી 82109 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. નાણાકીય વર્ષ 2020-21માં IPO ઉપરાંત, 15000 કરોડ રૂપિયાના Follow on Public Offer (FPO) પણ યસ બેંક તરફથી આવ્યા હતા. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન આઈપીઓ માર્કેટમાં નોંધપાત્ર વૈવિધ્યતા જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન ઝવેરાત, ટેકનોલોજી, વિશેષ કેમિકલ્સ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ આપતી કંપનીઓના IPO આવ્યા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ભારત તરફ વિશ્વને આશા છે તેથી IPOમાં તેજી છે નિષ્ણાંતોનું માનવું છે કે “શેર બજારોમાં તેજીની રેસને કારણે કંપનીઓ આઈપીઓ દ્વારા નાણાં એકત્ર કરી રહી છે. સેકન્ડરી માર્કેટમાં ધારણામાં સુધારો કરીને પ્રાથમિક બજારને પણ ટેકો મળ્યો છે. સિસ્ટમમાં પર્યાપ્ત લીકવીડિટીની સ્થિતિ નવા સંભવિત વ્યવસાયિક ક્ષેત્રો અને વિશ્વભરમાં ભારતની અપેક્ષા, માંગ અને વૃદ્ધિની ચર્ચાઓના કારણે આઈપીઓ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. લિક્વિડિટીના મામલે બજાર સારીસ્થિતિમાં છે આને કારણે મોટી સંખ્યામાં છૂટક રોકાણકારો બજાર તરફ આકર્ષાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">