વર્ષો પછી પ્રથમવાર દેશમાં ‘ચાઈનીઝ દિવાળી’ના બદલે ભારતીય દિવાળી મનાવવામાં આવશે!

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સેનાના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. આ ઘટનાને લઈને દેશભરમાં ચીની સામાન સામે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય સામાન ખરીદવા અને ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે વિવિધ સંગઠનો અપીલ કરી રહ્યાં છે. આવી જ એક અપીલ કન્ફેડરેશન ઓફ ઓલ […]

વર્ષો પછી પ્રથમવાર દેશમાં 'ચાઈનીઝ દિવાળી'ના બદલે ભારતીય દિવાળી મનાવવામાં આવશે!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:10 PM

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સેનાના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. આ ઘટનાને લઈને દેશભરમાં ચીની સામાન સામે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય સામાન ખરીદવા અને ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે વિવિધ સંગઠનો અપીલ કરી રહ્યાં છે. આવી જ એક અપીલ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે(CAIT) પણ કરી છે. આ અપીલમાં CAITએ વ્યાપારીઓ અને દેશવાસીઓેને ચીની સામાનનો બહિષ્કાર કરી ભારતીય દિવાળી મનાવવા કહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

india-will-not-import-anything-from-china

આ પણ વાંચો :  VIDEO: ચીનની બોર્ડર પર જઈ રહેલાં ભારતીય સેનાના જવાને કરી ભાવુક અપીલ, વીડિયો થયો વાઈરલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CAITએ કહ્યું કે આ વર્ષની દિવાળીમાં દેશની માટીમાંથી જ નિર્મિત મૂર્તિ, દીપ અને સજાવટનો સામાનનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય વીજળીના બલ્બ તેમજ અન્ય સામાન પણ ભારતીય બનાવટનો હોય તેનો ઉપયોગ કરાશે. ફક્ત દિવાળી જ નહીં રક્ષાબંધન અને જન્માષ્ટમી અને અન્ય તહેવારોમાં પણ ફક્ત ભારતીય વસ્તુઓનો જ ઉપયોગ કરીને તહેવારોને ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

-cait-calls-for-boycott-of-chinese-goods-list-of-more-than-500-items-released

CAITએ કહ્યું કે કોઈપણ વેપારી ચીની સામાનની આયાત ન કરે. જો કોઈની પાસે ચીની સામાન સ્ટોકમાં હોય તો તેને 15 જૂલાઈ સુધી વેચી દેવામાં આવે. ચીની વસ્તુઓની ખરીદીમાં જે ખર્ચ થાય છે તે રાશિનો ઉપયોગ ચીન આપણા દેશની સેનાની સામે કરે છે અથવા તો પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને સંચાલનમાં ચીન મદદ કરે છે. CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખાંડેવાલ દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમાં અપીલ કરવામાં આવી છે કે ચીનને જવાબ આપવા માટે ચીની સામાનનો બહિષ્કાર કરવો જરૂરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">