દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું મોટુ નિવેદન, કહ્યું “ભારત મજબૂત આર્થિક રિક્વરી તરફ”

દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું મોટુ નિવેદન, કહ્યું ભારત મજબૂત આર્થિક રિક્વરી તરફ
Shaktikanta Das (File Photo)

રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતની વિદેશી ચલણ સંપત્તિ (FCA) 8.213 અબજ ડોલરથી વધીને 579.813 અબજ ડોલર થઈ છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 15, 2021 | 7:04 PM

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગુરુવારે આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યુ હતુ કે, ભારત મજબૂત આર્થિક પુર્નઉદ્ધારનો અનુભવ કરી રહ્યું છે અને તેની નાણાકીય નીતિમાં (Monetary Policy) ઉદાર રહેવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારત ખૂબ જ મજબૂત આર્થિક પુન: પ્રાપ્તિ તરફ જઈ રહ્યું છે, પરંતુ હજુ પણ વિવિધ ક્ષેત્રો વચ્ચે અસમાનતા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI Act) એક્ટ 1934 હેઠળ કરવામાં આવી હતી. શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસ (Central Office) કોલકાતામાં બનાવવામાં આવી હતી, પરંતુ 1937માં કાયમી ધોરણે મુંબઈ ખસેડવામાં આવી હતી. 1949માં રિઝર્વ બેંકના રાષ્ટ્રીયકરણ બાદ આરબીઆઈ સંપૂર્ણપણે ભારત સરકાર હેઠળ આવે છે. RBI ભારતમાં નાણાકીય નીતિ સાથે કાર્યરત બેંકોને પણ નિયંત્રિત કરે છે.

ભારતીય અર્થતંત્રમાં RBIનું મહત્વનું સ્થાન

ભારતીય અર્થતંત્રમાં RBIનું મહત્વનું સ્થાન છે. RBI ચલણની વધઘટ અને વિદેશી હૂંડિયામણનું (Foreign exchange) સંચાલન કરે છે, ઉપરાંત ફુગાવાને નિયંત્રિત કરવા માટે RBI નીતિ બનાવે છે. RBIમાં એક ગવર્નર અને ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે.

સર ઓસ્બોન એ. સ્મિથ આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સાપ્તાહિક ડેટા દર્શાવે છે કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો જોવા મળ્યો છે. આ નાણાંના જથ્થામાં વધારાને કારણે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર હિસ્સમાં પણ વધારો નોંધાયો છે.

ભારતની વિદેશી ચલણ સંપત્તિમાં થયો નોંધપાત્ર વધારો

રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતની વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets) 8.213 અબજ ડોલરથી વધીને 579.813 અબજ ડોલર થઈ છે. વિદેશી ચલણ અસ્કયામતો, જે ડોલરમાં દર્શાવવામાં આવે છે. તેમાં વિદેશી મુદ્રા ભંડારમાં રહેલા યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વિશ્વમાં એક પણ એવો દેશ નથી જ્યાં પતિ કરતા પત્નીની સરેરાશ કમાણી વધુ હોય, જાણો ભારતની સ્થિતિ શું છે?

આ પણ વાંચો : India Post : હવે એક ફોન કોલ તમારી પોસ્ટ સંબંધિત કામગીરીને આસાન બનાવશે, જાણો કઈ રીતે બનશે શક્ય

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati