India Forex Reserves : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો, જાણો હવે દેશની તિજોરીમાં કેટલું ધન છે?

Forex Reserves: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India)ના સાપ્તાહિક ડેટા અનુસાર, વિદેશી મુદ્રા અસ્કયામતો વિદેશી વિનિમય અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ 8 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં  4.26 બિલિયન ડોલર ઘટીને $ 526.43 બિલિયન થયો છે. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી ચલણની અસ્કયામતો યુરો, પાઉન્ડ અને યેન જેવી અમેરિકા સિવાયની કરન્સીમાં ચલણની અસરોને પણ ધ્યાનમાં લે છે.

India Forex Reserves : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો, જાણો હવે દેશની તિજોરીમાં કેટલું ધન છે?
| Edited By: | Updated on: Sep 16, 2023 | 6:55 AM

Forex Reserves: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India)ના સાપ્તાહિક ડેટા અનુસાર, વિદેશી મુદ્રા અસ્કયામતો વિદેશી વિનિમય અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ 8 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઘટ્યો છે. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી ચલણની અસ્કયામતો યુરો, પાઉન્ડ અને યેન જેવી અમેરિકા સિવાયની કરન્સીમાં ચલણની અસરોને પણ ધ્યાનમાં લે છે.

8 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $4.99 બિલિયન ઘટીને $593.90 બિલિયન થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે આ જાણકારી આપી છે. આ અગાઉના અઠવાડિયે દેશની કુલ અનામત $4.04 બિલિયન વધીને $598.89 બિલિયન થઈ ગઈ હતી.

ઑક્ટોબર 2021માં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર 645 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. ગયા વર્ષે, વૈશ્વિક વિકાસના કારણે દબાણો વચ્ચે, સેન્ટ્રલ બેંકે આ મૂડી અનામતનો ઉપયોગ રૂપિયાના વિનિમય દરમાં થયેલા ઘટાડાને રોકવા માટે કર્યો હતો જેણે વિદેશી હૂંડિયામણ અનામતને અસર કરી હતી.

આ પણ વાંચો : Sabka Sapna Money Money: મહિને 1000 રુપિયાનું SIPમાં રોકાણ કરવાથી 5, 10, 15 અને 20 વર્ષમાં મળશે આટલુ રિટર્ન,જાણો કેટલા વર્ષ રોકાણ કરશો

રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર, 8 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો હિસ્સો વિદેશી ચલણ અસ્કયામતો $4.26 બિલિયન ઘટીને $526.43 બિલિયન થઈ ગઈ છે. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી ચલણની અસ્કયામતો યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરોને પણ ધ્યાનમાં લે છે.

સોનાના ભંડારનું મૂલ્ય $554 મિલિયન ઘટીને $44.38 અબજ થયું છે. ડેટા અનુસાર, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) $134 મિલિયન ઘટીને $18.06 બિલિયન થયા છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રાખેલ દેશનો ચલણ અનામત $39 મિલિયન ઘટીને $5.03 બિલિયન થઈ ગયો છે.

આ પણ વાંચો : MF Nominee Deadline : મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સાવધાન! જો આ કામ બે અઠવાડિયામાં નહીં કરો તો મોટું નુકસાન થશે

વિદેશી મુદ્રા ભંડાર ફરી 600 અબજ ડોલરના સ્તરથી નીચે આવી ગયો છે. ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર $645 બિલિયનના સ્તરે પહોંચી ગયો હતો. આ પછી, યુક્રેન-રશિયા યુદ્ધ પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો અને રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે વિદેશી મુદ્રા ભંડાર 526 અબજ ડોલરના સ્તરે આવી ગયો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો