શ્રીલંકાના ખેડુતની વહારે આવી ભારત સરકાર, 65 હજાર ટન યુરિયા મોકલશે

સપ્ટેમ્બરમાં શરૂ થયેલી શ્રીલંકાની ડાંગરની સિઝનમાં ચોખાનું ઉત્પાદન ઓછું હતું, ત્યારબાદ સરકાર મે-જુલાઈની સિઝનમાં ઉત્પાદન વધારવા માટે પૂરો ભાર આપી રહી છે. રાસાયણિક ખાતરો પર પ્રતિબંધ બાદ દેશમાં ચોખાના ઉત્પાદન પર ખરાબ અસર પડી છે.

શ્રીલંકાના ખેડુતની વહારે આવી ભારત સરકાર, 65 હજાર ટન યુરિયા મોકલશે
Fertilizer Urea
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 7:56 PM

આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાની મદદ માટે ફરી એકવાર ભારત આગળ આવ્યું છે. પાડોશી દેશને સતત ઈંધણ સપ્લાય કર્યા બાદ હવે ભારત શ્રીલંકાના ડાંગરના પાકને બચાવવા માટે રાહત મોકલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે સુનિશ્ચિત કર્યું છે કે વર્તમાન પરિસ્થિતિ ડાંગરના ઉત્પાદનને અસર ન થાય, જેથી ભારત તરત જ 65 હજાર મેટ્રિક ટન યુરિયા (Urea) સપ્લાય કરશે. શ્રીલંકામાં ડાંગર બે સિઝનમાં ઉગાડવામાં આવે છે. પ્રથમ સિઝન માટે વાવણી મે મહિનામાં શરૂ થાય છે. બીજી સીઝનમાં સપ્ટેમ્બરમાં વાવણી શરૂ થાય છે. સપ્ટેમ્બરની સિઝનમાં ધાનના પાક (Paddy) પર પડેલી અસરને કારણે સરકાર માટે ચાલુ સિઝનમાં ધાનના પાકનું ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

શ્રીલંકા હાલમાં તેની આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ખાદ્ય પદાર્થોની અછત છે. હાલમાં, સરકાર પરિસ્થિતિને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે દેશના ખાદ્ય ઉત્પાદન પર કોઈ અસર ન થવી જોઈએ. આ કારણોસર, સિઝનની શરૂઆત પહેલા, શ્રીલંકાની સરકારે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેમાંથી એક યુરિયાનો પુરવઠો પણ છે.

આ અઠવાડિયે યુરિયા સપ્લાય પર ચર્ચા થઈ

કોલંબોના મીડિયાના અહેવાલો અનુસાર, ભારતમાં શ્રીલંકાના રાજદૂત આ અઠવાડિયે નવી દિલ્હીમાં ફર્ટિલાઇઝર સેક્રેટરી રાજેશ કુમાર ચતુર્વેદીને મળ્યા હતા. જેમાં ચાલુ સિઝન માટે ખાતરના પુરવઠા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શ્રીલંકાએ યુરિયાના સપ્લાય માટે ભારતનો આભાર માનતું નિવેદન જાહેર કર્યું છે. શ્રીલંકાના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારે દેશમાંથી યુરિયાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં શ્રીલંકાને યુરિયા મોકલવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

ભારત સરકારે માહિતી આપી છે કે સરકારી કંપની દ્વારા, વહેલામાં વહેલી તકે ખાતરને શ્રીલંકા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે, બંને પક્ષોએ વર્તમાન ક્રેડિટ લાઇન દ્વારા અને ત્યાર બાદ ભારત દ્વારા શ્રીલંકાને રાસાયણિક ખાતરોની સપ્લાય કરવાની રીતો પર વિચારણા કરી છે. ભારતે જાન્યુઆરીથી લોન, ક્રેડિટ લાઇન અને ક્રેડિટ સ્વેપ દ્વારા આર્થિક સંકટમાં શ્રીલંકાને 3 બિલિયન ડોલર સુધીની સહાય આપી છે.

અર્થતંત્ર પર કૃષિ નીતિઓની અસર

ગયા વર્ષે, શ્રીલંકાની સરકારે રાસાયણિક ખાતરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. સરકારની યોજના ધીમે ધીમે સમગ્ર ખેતીને ઓર્ગેનિકમાં રૂપાંતરિત કરવાની હતી, જો કે, જૈવિક ખાતરના મર્યાદિત પુરવઠાને કારણે, કૃષિ ઉત્પાદન, ખાસ કરીને ચોખા અને ચા, પર પ્રતિકૂળ અસર થઈ અને ઉત્પાદનમાં ઘટાડો થવાથી ભાવમાં વધારો થયો. આ પછી, કોવિડ અને રશિયા યુક્રેન સંકટને કારણે સ્થિતિ નિયંત્રણમાંથી બહાર થઈ ગઈ અને મોંઘવારી દર 47 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો, જ્યારે ખાદ્ય મોંઘવારી દર 12 ટકાની આસપાસ પહોંચી ગયો છે. બગડતી પરિસ્થિતિને જોતા શ્રીલંકાની સરકારે ધીમે ધીમે પ્રતિબંધો હળવા કરવાનું શરૂ કર્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">