પરાઠા ખાનાર માટે માઠા સમાચાર, અધધ.. 18 ટકા GST લગાવ્યો, ફરજીયાત ખાવી પડશે રોટલી !

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Oct 14, 2022 | 12:28 PM

ગુજરાત AAR અનુસાર, પરાઠાને રોટલીની જેમ ગણી શકાય નહીં, તેથી તેના પર સમાન GST લાદી શકાય નહીં. પેક્ડ પરાઠા બનાવનાર એક બિઝનેસમેનની અરજી પર આ નિર્ણય આપવામાં આવ્યો છે.

પરાઠા ખાનાર માટે માઠા સમાચાર, અધધ.. 18 ટકા GST લગાવ્યો, ફરજીયાત ખાવી પડશે રોટલી !
Increase in GST rate on parathas

જેને રોટલી કરતા પરાઠા વધુ પસંદ તેવા લોકો માટે માઠા સમાચાર છે. ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ એટલે કે GAAR એ પરાઠા અને રોટીને અલગ-અલગ ધ્યાનમાં લેતા પરાઠા પર ઊંચા GST દર વસૂલવાનું કહ્યું છે. સૂચનાઓ બાદ હવે પરાઠા પર 18 ટકા જીએસટીની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સ્પષ્ટ છે કે હોટલમાં પરાઠા હવે વધુ મોંઘા થઈ શકે છે. કારણ કે તેમને વધારે GST ચૂકવવો પડશે. અત્રે એ વાત સ્વીકાર્ય છે કે પરાઠા કરતા રોટલી સ્વાસ્થય માટે વધું સારી છે. છતા પણ પરાઠા પર 18 ટકા જીએસટી સામન્ય માણસ માટે ખુબ વધારે ગણી શકાય

GAAR નો નિર્ણય શું છે

GAARના બે સભ્યો વિવેક રંજન અને મિલિંદ તોરવણેની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. બેન્ચે કહ્યું કે પરાઠા એ સાદી રોટલીથી અલગ છે અને આ બંનેને એક જ શ્રેણીમાં મૂકી શકાય નહીં. તેથી, રોટલીનો 5 ટકા GST દર પરાઠા પર લાગુ થઈ શકે નહીં. ઓથોરિટીએ નિર્દેશ આપ્યો છે કે પરાઠાને 18 ટકાની GST શ્રેણીમાં રાખવામાં આવે અને આ દરોના આધારે જ તેના પર ટેક્સ વસૂલવામાં આવે.

વાસ્તવમાં અમદાવાદની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે પરાઠા પરના જીએસટી અંગે અપીલ કરી હતી. કંપનીએ દલીલ કરી હતી કે પરાઠા અને રોટલીમાં બહુ તફાવત નથી. બંનેમાં સમાન મુખ્ય ઘટકો મિશ્ર કરવામાં આવે છે અને તેને બનાવવાની પ્રક્રિયા અને ઉપયોગ સમાન છે, જેના કારણે પરાઠા પર પણ રોટલીના સમાન દરે 5 ટકા જીએસટી લાગવો જોઈએ.

જો કે, ઓથોરિટીએ કહ્યું કે ભલે લોટનો ઉપયોગ પરાઠા અને રોટલી બંનેમાં બેઝ તરીકે થાય છે, પરંતુ પરાઠામાં તેલ, મીઠું, એન્ટીઑકિસડન્ટો, બટાકા, શાકભાજી (સ્ટફ) વગેરે જેવા અન્ય ઘણા ઘટકોનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, ભલે બંનેનો આધાર સમાન હોય, પરંતુ અન્ય ઘટકોના મિશ્રણને કારણે, રોટલી અને પરાઠાને એક તરીકે ગણી શકાય નહીં અને તેના આધારે બંનેને સમાન GST શ્રેણીમાં રાખી શકાય નહીં. તે જ સમયે, વધારાની સામગ્રીના કારણે, તેને ઉચ્ચ ટેક્સ શ્રેણીમાં રાખવો જોઈએ.

મામલો શું છે

ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગની અમદાવાદ બેન્ચે તાજેતરમાં  18 ટકા GSTની જોગવાઈ કરી હતી. કંપનીએ આ નિર્ણય સામે અપીલ કરી, જેના પર બે સભ્યોની બેન્ચે કહ્યું કે સાદી રોટલીમાં માત્ર લોટ અને પાણી હોય છે અને તેને સીધી ખાઈ શકાય છે. જો કે, પરાઠામાં અન્ય ઘણા ઘટકો પણ જોવા મળે છે. આ મામલામાં ખાસ વાત એ છે કે મહારાષ્ટ્ર AARએ સૌથી પહેલા પરાઠા પર 5 ટકા GST વસૂલવાનો આદેશ આપ્યો હતો. જે બાદ અમદાવાદની બેન્ચે પરાઠાને રોટલીથી અલગ માનીને પરાઠા પર 18 ટકા જીએસટીનો નિર્ણય આપ્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati