Income Tax Rules: ITR કઈ રીતે e-Verify કરી શકાય? જાણો શું છે ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ અને ચકાસણીની સંપૂર્ણ પ્રક્રિયા

તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે.

Income Tax Rules:  ITR કઈ રીતે e-Verify કરી શકાય?  જાણો શું છે ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ અને ચકાસણીની સંપૂર્ણ પ્રક્રિયા
ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 11:45 AM

નાણા મંત્રાલયે હવે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ (Faceless Assessment Scheme) હેઠળ સબમિટ કરેલા ઈ-રેકોર્ડ્સના પ્રમાણીકરણ નિયમોને વધુ સરળ બનાવી દીધા છે. હવે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર કરદાતાના રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી સબમિટ કરાયેલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) મારફતે કરદાતા દ્વારા પ્રમાણિત ગણવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) શું છે સમજાવો કે 2015 માં વિભાગે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) રજૂ કર્યો હતો, જે 10 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ છે જે તમે તમારું રિટર્ન સબમિટ કર્યા પછી જનરેટ કરો છો. આવકવેરા રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયા તમારા આવકવેરા રિટર્નની સફળ ઈ-વેરિફિકેશન પછી જ પૂર્ણ થાય છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ચકાસવાની રીતો તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે. જો તે આ સમયગાળા દરમિયાન વેરિફિકેશન પૂર્ણ ન થાય તો IT કાયદા મુજબ તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય રહેશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય? >> ઇ-વેરિફિકેશન પ્રક્રિયા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ‘ઇ-વેરીફાઇ રિટર્ન્સ’ ક્વિક લિંક પર ક્લિક કરો.? >> પછી PAN, આકારણી વર્ષ વગેરે જેવી જરૂરી માહિતી ભરો. >> હવે ‘E-Verify’ પર ક્લિક કરો. >> આ પછી તમે તમારો ઈ-વેરિફિકેશન કોડ (EVC) જનરેટ થશે.

તમે આ 4 વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો 1. બેંક ખાતું 2. નેટ-બેન્કિંગ 3. આધાર કાર્ડ 4. ડીમેટ ખાતું કરદાતા આ 4 વિકલ્પોનો ઉપયોગ કરીને ઈ-વેરિફિકેશન કરી શકે છે. તમે વેબસાઇટ https://www.incometax.gov.in પર જઈને બાકીની વિગતો ચકાસી શકો છો.

ઇન્કમ ટેક્સ વિભાગે 63.23 લાખ ટેક્સપેયર્સના એકાઉન્ટમાં 92961 કરોડ રૂપિયા જમા કર્યા આવકવેરા વિભાગે(Income Tax Department) આઈટી રિફંડ(IT Refund) ના 92,961 કરોડ રૂપિયા 63.23 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં જમા કર્યા છે. આવકવેરા વિભાગે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માં 1 એપ્રિલ 2021 અને 18 ઓક્ટોબર 2021 દરમ્યાનનું રિફંડ જારી કર્યું છે. આવકવેરા વિભાગે 61,53,231 વ્યક્તિગત મામલાઓમાં રૂ. 23,026 કરોડના રિફંડ જારી કર્યા છે. બીજી તરફ 1,69,355 કેસોમાં 69,934 કરોડના કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યા છે. આઈટી વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

આ પણ વાંચો :  ઇન્કમ ટેક્સ વિભાગે 63.23 લાખ ટેક્સપેયર્સના એકાઉન્ટમાં 92961 કરોડ રૂપિયા જમા કર્યા, આરીતે તપાસો તમારા રિટર્નનું સ્ટેટ્સ

આ પણ વાંચો : ભારતીયોને હવે પૈસા ઉપાડવા ATM માં જવું પસંદ નથી! દેશમાં 75% આર્થિક વ્યવહાર મોબાઈલ બેન્કિંગથી થાય છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">