આવકવેરા વિભાગે આ વર્ષે અત્યાર સુધીમાં જાહેર કર્યું 1 લાખ કરોડથી વધુનું રિફંડ, 78 લાખ કરદાતાઓને મળ્યા પૈસા

આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2021થી 25 સપ્ટેમ્બર 2021 વચ્ચે 1,02,952 કરોડનું રિફંડ જાહેર કર્યું છે. આમાં, મૂલ્યાંકન વર્ષ 2021-22 માટે 6,657 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગે આ વર્ષે અત્યાર સુધીમાં જાહેર કર્યું 1 લાખ કરોડથી વધુનું રિફંડ, 78 લાખ કરદાતાઓને મળ્યા પૈસા
symbolic Image

આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1 લાખ કરોડથી વધારેનું રિફંડ જાહેર કર્યુ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (CBDT) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. CBDT દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર 1 એપ્રિલ, 2021થી 25 સપ્ટેમ્બર, 2021 વચ્ચે આવકવેરા વિભાગે 1,02,952 કરોડનું રિફંડ જાહેર કર્યું છે. આ રિફંડ 77.92 લાખ કરદાતાઓને આપવામાં આવ્યું છે. કુલ રિફંડમાં ઈન્ડિવીઝ્યુઅલને 27,965 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.

 

કોર્પોરેટ સેક્ટરને 74,987 કરોડનું રિફંડ કરવામાં આવ્યું છે. 1,70,424 કેસમાં કોર્પોરેટ્સને રિફંડ આપવામાં આવ્યા છે, જ્યારે 76,21, 956 કેસમાં ઈન્ડિવીઝ્યુઅલને રિફંડ આપવામાં આવ્યા છે. આમાં, મૂલ્યાંકન વર્ષ 2021-22 માટે 6,657 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે, જે 46.09 લાખ કેસ માટે છે.

 

આ તરફ આવકવેરા વિભાગે તેના પોર્ટલ પર નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 માટે ટેક્સ ઓડિટ ઉપયોગિતા ફોર્મને ઈનેબલ કર્યું છે. જો નાણાકીય વર્ષ 2020-21 (મૂલ્યાંકન વર્ષ 2021-22)માં વ્યવસાયનું વેચાણ, ટર્નઓવર અથવા કુલ રસીદ (ગ્રોસ રીસીપ્ટ)  10 કરોડ રૂપિયાથી વધુ હોય તો આવકવેરા કાયદા હેઠળ કરદાતાઓએ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે. વ્યાવસાયિકોના કિસ્સામાં આ મર્યાદા 50 લાખ રૂપિયા છે.

 

ઓડિટ રિપોર્ટ 15 જાન્યુઆરી 2022 સુધીમાં સબમિટ કરવાનો રહેશે

નાણાકીય વર્ષ 2019-20 માટે આ મર્યાદા રૂપિયા 5 કરોડ અને 50 લાખ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2020-21 માટે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2022 છે. નાણાકીય વર્ષ 2019-20 માટે તે 15 જાન્યુઆરી, 2021 સુધીમાં ફાઈલ કરવાનું હતું, જોકે કંપનીઓ હજી પણ તેમાં ફેરફાર કરીને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરી શકે છે.

 

આ પણ વાંચો :  IRCTC : રેલવેની કંપનીના આ શેરમાં ઘટાડા છતાં લાંબા ગાળા માટે લાભદાયક રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati