લંડન હાઇકોર્ટમાં ભારતીય બેંકોએ વિજય માલ્યાને નાદાર જાહેર કરવા પર ભાર મુક્યો

ભારતીય સ્ટેટ બેંક (SBI ) ની આગેવાની હેઠળના ભારતીય બેંકોના કન્સોર્ટિયમએ શુક્રવારે લંડન હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન લિકર કારોબારી વિજય માલ્યા(vijay malya)ને નાદાર જાહેર કરવા  જોરદાર રજુઆત  કરી હતી.

લંડન હાઇકોર્ટમાં ભારતીય બેંકોએ વિજય માલ્યાને નાદાર જાહેર કરવા પર ભાર મુક્યો
Vijay_Mallya
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 9:57 AM

ભારતીય સ્ટેટ બેંક (SBI ) ની આગેવાની હેઠળના ભારતીય બેંકોના કન્સોર્ટિયમએ શુક્રવારે લંડન હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન લિકર કારોબારી વિજય માલ્યા(vijay malya)ને નાદાર જાહેર કરવા  જોરદાર રજુઆત  કરી હતી. માલ્યા પર બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સ માટે હજારો કરોડ રૂપિયાનું દેવું છે. ચીફ ઇન્સોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટ (ICC) માં જજ માઇકલ બ્રિગ્સ સમક્ષ વર્ચ્યુઅલ સુનાવણીમાં ગત વર્ષે નોંધાયેલા ઇનસોલ્વન્સી પિટિશનમાં સુધારો કર્યા પછી બંને પક્ષે આ કેસમાં અંતિમ દલીલો કરી હતી.

SBI સિવાય બેન્કોના આ જૂથમાં બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક લિમિટેડ, આઈડીબીઆઈ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, યુકો બેંક, યુનાઇટેડ , બેંક ઓફ ઇન્ડિયા અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડ શામેલ છે. ન્યાયાધીશ બ્રિગ્સે જણાવ્યું હતું કે હવે તેઓ આ વિગતો પર વિચાર કરશે અને આગામી સપ્તાહમાં યોગ્ય સમયનો નિર્ણય આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">