કોરોનાકાળમાં IPO એ રોકાણકારોને આપ્યું જોરદાર રિટર્ન, કરો એક નજર Top-10 IPO ઉપર

કોરોનાકાળમાં IPO એ રોકાણકારોને આપ્યું જોરદાર રિટર્ન, કરો એક નજર Top-10 IPO ઉપર
IPO Market

કુલ 40 IPO માંથી ફક્ત 4 આઈપીઓ જ ખોટમાં રહ્યા છે. એક જાણીતી વેબસાઈટ અનુસાર Brookfield India Real Estate Trust, Indian Railway Finance Corporation, Kalyan Jewellers India અને Suryoday Small Finance Bank નુકશાનમાં રહયા હતા.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 06, 2021 | 7:44 AM

આ વર્ષ આઈપીઓ માર્કેટ(IPO Market) માટે ખૂબ જ સારું રહ્યું છે. કોરોનના કારણે આર્થિક પડકારો છતાં આ વર્ષે મોટી સંખ્યામાં IPO લોન્ચ થયા છે. માર્ચ 2020 થી અત્યારસુધી 40 IPO આવ્યા છે. આ આઈપીઓએ આશરે 69,300 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આગામી 6 મહિનામાં 12 મોટા IPO આવી રહ્યા છે જયારે ઘણા તૈયારી કરી રહ્યા છે. આહેવાલમાં અમે તમારું સફળ IPO તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ બે IPO  સૌથી સફળ રહ્યા  પ્રાથમિક બજારમાં રોકાણકારોને પોતાના તરફ આકર્ષિત કરી ઈશ્યુ કરતા ખુબ વધુ સબ્સ્ક્રિપશન મેળવનાર IPO સફળ માનવામાં આવે છે. TOP પરફોર્મર્સ હેપ્પીસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીઓ અને રૂટ મોબાઈલે તેમની ઇશ્યૂ પ્રાઇસથી અનુક્રમે 586 ટકા અને 406 ટકા વધુ પ્રતિસાદ મેળવ્યો હતો.

કુલ 40 માંથી ફક્ત 4 આઈપીઓ જ નુકસાનમાં છે કુલ 40 માંથી ફક્ત 4 આઈપીઓ જ ખોટમાં રહ્યા છે. એક વેબસાઈટ અનુસાર Brookfield India Real Estate Trust, Indian Railway Finance Corporation, Kalyan Jewellers India અને Suryoday Small Finance Bank નુકશાનમાં રહયા હતા.

Happiest Minds Technologies શેરનો ભાવ 1 જુલાઈ, 2021 ના ​​166 રૂપિયાના ઇશ્યૂ ભાવથી 586 ટકા વધીને રૂ 1,139.20 થયો છે. તે રૂ. 702 કરોડના ઇશ્યૂ કદ સાથે 17 સપ્ટેમ્બર 2020 ના રોજ એક્સચેન્જોમાં લિસ્ટ કરવામાં આવ્યો હતો .

Route Mobile Ltd 1 જુલાઈ, 2021 ના ​​રોજના શેરનો ભાવ 350 રૂપિયાના ઇશ્યૂ થી 406 ટકા વધીને રૂ 1,771.50 સુધી પહોંચ્યો છે. સ્ટોક 21 સપ્ટેમ્બર 2020 ના રોજ 600 કરોડના ઇશ્યૂ સાઈઝ આવ્યો હતો.

Nureca Limited આ કંપનીના શેરની કિંમત 1 જુલાઈ, 2021 ના રોજ રૂ 400 ના ઇશ્યૂ ભાવથી 299 ટકા વધીને રૂ 1,597.80 પહોંચી હતી. Nureca Limited 25 ફેબ્રુઆરી 2021 ના રોજ 100 કરોડ રૂપિયાના ઇશ્યૂ સાઈઝથી લિસ્ટ થઇ હતી

Angel Broking Ltd 1 જુલાઈ, 2021 ના ​​રોજ તેના શેરના ભાવ તેના ઇશ્યૂ પ્રાઈઝ 306 રૂપિયાથી 186 ટકા વધીને રૂ .873.90 થયા છે. તે રૂ. 600 કરોડના ઇશ્યૂ સાઈઝ સાથે 5 ઓક્ટોબર 2020 ના રોજ લિસ્ટિંગ કરવામાં આવી હતી.

Rossari Biotech Ltd 1 જુલાઈ, 2021 ના ​​રોજ તેના શેરનો ભાવ રૂ. 425 ના ઇશ્યૂ ભાવથી 181 ટકા વધી 1195.35 રૂપિયા થયો છે. તે 23 જુલાઈ 2020 ના રોજ રૂ. 496 કરોડના ઇશ્યૂ કદ સાથે એક્સચેન્જોમાં સૂચિબદ્ધ કરવામાં આવી હતી.

Burger King India Limited Burger King India Limited ના શેરનો ભાવ 1 જુલાઈ, 2021 ના ​​રોજના 60 રૂપિયાના ઇશ્યૂ ભાવથી 165 ટકા વધીને રૂ 159.05 થયો છે. કંપની રૂ. 810 કરોડના ઇશ્યૂ કદ સાથે 14 ડિસેમ્બર 2020 ના રોજ બજારમાં આવી હતી

Computer Age Management Services Ltd Computer Age Management Services Ltd ના ભાવ 1230 રૂપિયાના ઇશ્યૂ ભાવથી 1 જુલાઈ, 2021 ના ​​રોજ 126 ટકા વધીને રૂ .2783.00 પર પહોંચી ગયા છે. આ કંપની રૂ. 2244 કરોડના ઇશ્યૂ કદ સાથે 1 ઓક્ટોબર 2020 ના રોજ માર્કેટમાં દાખલ થઇ હતી

Gland Pharma Limited શેરનો ભાવ 1 જુલાઈ 2021 ના ​​રોજના 1500 રૂપિયાના ઇશ્યૂ ભાવથી 124 ટકા વધીને રૂ. 3367.05 થયો છે. તે 20 નવેમ્બર 2020 ના રોજ એક્સચેન્જોમાં 6,480 કરોડ રૂપિયાના ઇશ્યૂ કદ સાથે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.

Easy Trip Planners Limited Easy Trip Planners Limitedના શેરનો ભાવ રૂ. 187 ના ઇશ્યૂ ભાવથી 1 જુલાઈ 2021 ના ​​રોજ 109 ટકા વધીને 390.65 રૂપિયા થયો છે. તે રૂ. 510 કરોડના ઇશ્યૂ કદ સાથે 19 માર્ચ 2021 ના ​​રોજ એક્સચેન્જોમાં લિસ્ટ કરવામાં આવી હતી.

MTAR Technologies Limited MTAR Technologies Limited કંપનીના શેરનો ભાવ 1 જુલાઇ, 2021 ના ​​રોજ તેના શેરના ભાવ રૂ .575 ના ભાવથી 102 ટકા વધીને 1163.65 રૂપિયા થયો છે. કંપની રૂ .596 કરોડના ઇશ્યૂ સાથે 15 માર્ચ 2021 ના ​​રોજ બજારમાં દાખલ થઇ હતી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati