માત્ર 5 દિવસમાં ELON MUSK પાસેથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ છીનવાયો, જાણો કોણ બન્યું હવે NO. 1

માત્ર 5 દિવસમાં ELON MUSK પાસેથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ છીનવાયો, જાણો કોણ બન્યું હવે NO. 1
elon musk

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક(ELON MUSK) ફક્ત પાંચ દિવસમાં જ વિશ્વના ધનિક વ્યક્તિનો તાજ ગુમાવી ચૂક્યા છે.

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Jan 13, 2021 | 9:17 AM

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક(ELON MUSK) ફક્ત પાંચ દિવસમાં જ વિશ્વના ધનિક વ્યક્તિનો તાજ ગુમાવી ચૂક્યા છે. થોડા કલાકો પહેલા, તે બીજા સ્થાને પહોંચ્યા છે. એલોનને સ્પેસએક્સ અને પેપાલ જેવી આઠ કંપનીઓમાં ટોચનું સ્થાન અપાવવા માટે ઓળખવામાં આવે છે.

તાજેતરમાં, 48વર્ષીય એલોન મસ્કે એમેઝોનના જેફ બેઝોસ(Jeff Bezos)ને પાછળ ધકેલી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, સોમવારે ટેસ્લાના શેરમાં 8 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં, તેની સંપત્તિ લગભગ 14 અબજ ડોલર ઘટ્યા પછી તે ફરી બીજા સ્થાને આવી ગયા છે જ્યારે ફરી એક વખત જેફ બેઝોસ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

જેફ બેઝોસ ફરી નંબર 1 એલોન મસ્ક હવે બેઝોસથી 6 અબજ ડોલર પાછળ છે. જેફ બેઝોસની સંપત્તિ 182.1 અબજ ડોલર છે અને તે ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સોમવારે જેફ બેઝોસની કંપની એમેઝોનના શેરમાં પણ 2 ટકાનો ઘટાડો થયો હતો અને તેની નેટવર્થમાં પણ 3.6 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

ગયા અઠવાડિયે એલોન મસ્ક ટોચ પર પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે ગુરુવારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડી દીધા હતા. એલોન મસ્કની કુલ સંપત્તિ તે સમયગાળા દરમિયાન વધીને 188 અબજ યુએસ ડોલર થઈ ગઈ હતી જે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસના કરતા એક અબજ ડોલર વધારે છે. ટેસ્લાના શેરના ભાવમાં સતત વધારાને કારણે સ્થાન હાંસલ કર્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati