ગુજરાતમાં બની શકે છે TESLAની ઈલેક્ટ્રિક કાર, કંપનીએ દેશની 5 રાજય સરકારો સાથે શરૂ કરી વાતચીત

ગુજરાતમાં બની શકે છે TESLAની ઈલેક્ટ્રિક કાર, કંપનીએ દેશની 5 રાજય સરકારો સાથે શરૂ કરી વાતચીત
ફાઈલ ફોટો

ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની ટેસ્લા(TESLA) ભારતમાં તેનું મેન્યુફેક્ચરિંગ અને આર એન્ડ ડી પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે.

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Jan 13, 2021 | 4:02 PM

ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની ટેસ્લા(TESLA) ભારતમાં તેનું મેન્યુફેક્ચરિંગ અને આર એન્ડ ડી પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સહીત પાંચ રાજ્ય સરકારો સાથે વાતચીત શરૂ કરી છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ 2021માં ભારતમાં કંપનીની કામગીરી શરૂ કરવા માગે છે.

કંપની આ રાજ્યો સાથે સંપર્કમાં છે

મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ સરકારોની ટેસ્લા વચ્ચે વાતચીત થઈ છે. કર્ણાટક સરકારે ટેસ્લાને અનેક પ્રસ્તાવ પણ આપ્યા છે. કંપનીની પસંદ ગુજરાત ઉપર પણ ઉતરી શકે છે.

ટેસ્લા આ વાહનો સાથે બજારમાં પ્રવેશ કરશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ પણ તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન કંપની ટેસ્લા ભારતમાં વેપાર અને પ્લાન્ટ સ્થાપવાની સંભાવના પર કામ કરી રહી છે. ટેસ્લા ભારતમાં તેના ત્રણ સેડાન મોડેલ સાથે ભારતી બજારમાં પ્રવેશી શકે છે. આ ગાડીઓની કિંમત આશરે 60 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. કંપનીના ઈલેક્ટ્રિક વાહનો hour lithium-ion બેટરીથી સજ્જ હશે. એકવાર ચાર્જ થવા પર આ કાર 500 કિ.મી. સુધી ચાલી શકશે. કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

ટેસ્લાએ માહિતી એકત્રિત કરાવી શરૂઆત કરી

ટેસ્લાએ ટાટા મોટર્સમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાની સંપૂર્ણ માહિતી એકઠી કરી છે. કંપનીએ માહિતી એકત્ર કરવા માંડી છે. ટાટા પાસે તમામ ઓટો કંપનીઓની તુલનામાં શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. જો કે બંને કંપનીઓ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: કોરોના: ગુજરાતના મંદિરોમાં ‘સાષ્ટાંગ પ્રણામ’ કરવાની મંજૂરી નથી, ભક્તો ફકત દૂરથી જ ‘નમસ્તે’ કરી શકે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati