કાર ખરીદવા વિચારી રહેલા લોકો માટે ચિંતાના સમાચાર, 1 ઓગસ્ટથી HONDA ની કાર મોંઘી થશે , જાણો કેમ ?

છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન દેશમાં સ્ટીલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જૂનમાં સ્થાનિક ઘરેલું સ્ટીલ ઉત્પાદકોએ હોટ રોલ્ડ કોઇલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઇલ (CRC) ની કિંમત અનુક્રમે રૂ4000 વધારીને 4900 રૂપિયા પ્રતિ ટન કરી દીધી.

કાર ખરીદવા વિચારી રહેલા લોકો માટે ચિંતાના સમાચાર, 1 ઓગસ્ટથી HONDA ની કાર મોંઘી થશે , જાણો કેમ ?
HONDA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 8:14 AM

જાપાની ઓટો ઉત્પાદક હોન્ડા(HONDA)એ 1 ઓગસ્ટથી ભારતમાં તેની સંપૂર્ણ વાહન રેન્જની કિંમતોમાં વધારો કરવાની ઘોષણા કરી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટીલ અને ધાતુઓ સહીત આવશ્યક ચીજોની કિંમતોમાં વધારો થવાના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારાની અસરને પહોંચી વળવા આ પગલું ભરવાની ફરજ પડી હતી.

કંપની ભારતીય બજારમાં સિટી અને અમેઝ સહિતના વિવિધ મોડેલોનું વેચાણ કરે છે. હાલમાં કંપની નિર્ણય લઈ રહી છે કે તેના ગ્રાહકો પર વાહનોના ભાવમાં થયેલા વધારાની કેટલી અસર લાગુ પાડશે. હોન્ડા કાર્સ ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) રાજેશ ગોયલે કહ્યું કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કિંમતી ધાતુ જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે. કેટલીક ચીજવસ્તુઓની કિંમતો ઉચ્ચતમ સ્તરે હોય છે. આ અમારી ઉત્પાદન કિંમતને અસર કરી રહી છે. કંપની હાલમાં ભાવ વધારાની વિગતો પર કામ કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ભાવ વધારો ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે.

ગોયલે કહ્યું કે અમારો હેતુ ગ્રાહકો માટે ખરીદીની કિંમત ઓછી રાખવાનો છે. અત્યારે અમે વિચાર કરી રહ્યા છીએ કે વધારાનો ખર્ચ કેટલો સહન કરવો અને ગ્રાહકોને ઉપર કેટલો બોજ નાખી શકાય.નવા ભાવ આવતા મહિનાથી લાગુ થશે. કંપનીએ અગાઉ એપ્રિલ 2021 માં પણ તેના વાહનોના ભાવમાં વધારો કર્યો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન દેશમાં સ્ટીલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જૂનમાં સ્થાનિક ઘરેલું સ્ટીલ ઉત્પાદકોએ હોટ રોલ્ડ કોઇલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઇલ (CRC) ની કિંમત અનુક્રમે રૂ4000 વધારીને 4900 રૂપિયા પ્રતિ ટન કરી દીધી. એચઆરસી અને સીઆરસી એ ફ્લેટ સ્ટીલ ઉત્પાદનો છે જેનો ઉપયોગ ઓટો , ઉપકરણો અને બાંધકામો જેવા ઉદ્યોગોમાં થાય છે. સ્ટીલની કિંમતમાં કોઈપણ વધારાની અસર વાહનની કિંમત, ગ્રાહક ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચને અસર કરશે.

રોડિયમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓની કિંમત પણ લગભગ બમણી થઈ ગઈ છે જેના કારણે ઉત્પાદન ખર્ચ વધે છે. રોડિયમ અને પેલેડિયમનો ઉપયોગ Catalyzerમાં થાય છે અને સખત ઉત્સર્જનના ધોરણો રજૂ થયા પછી આની માંગ વિશ્વભરમાં અનેકગણી વધી ગઈ છે.

ઇનપુટ ખર્ચમાં વધારો થતાં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જૂનમાં જાહેરાત કરી હતી કે તે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેના વાહનોના ભાવમાં વધારો કરશે. અગાઉ મારુતિએ એપ્રિલમાં પણ તેના વાહનોના ભાવમાં વધારો કર્યો છે. 16 એપ્રિલના રોજ મારુતિ સુઝુકીએ તેના તમામ મોડેલોના ભાવમાં સરેરાશ 1.6 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષે 18 જાન્યુઆરીએ મારુતિએ તેના કેટલાક મોડેલોના ભાવમાં 34,000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">