6 કરોડ લોકો માટે મહત્વના સમાચાર! PF પર વ્યાજ ઘટી શકે છે, 4 માર્ચે થશે જાહેરાત

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે મહત્વના સમાચાર છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) પરના વ્યાજના દરની જાહેરાત કરશે.

  • Ankit Modi
  • Published On - 8:34 AM, 3 Mar 2021
6 કરોડ લોકો માટે મહત્વના સમાચાર! PF પર વ્યાજ ઘટી શકે છે, 4 માર્ચે થશે જાહેરાત
PF

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે મહત્વના સમાચાર છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) પરના વ્યાજના દરની જાહેરાત કરશે. CBTની બેઠક 4 માર્ચે શ્રીનગરમાં યોજાશે. આ બેઠકમાં પીએફ વ્યાજ દરની જાહેરાત કરવામાં આવશે. એવી અટકળો છે કે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ 2020-21 માટે નીચે આવી શકે છે કારણ કે કોવિડ-19 ને કારણે ગયા વર્ષે અર્થતંત્ર તૂટી ગયું છે.

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાનું નક્કી કર્યું હતું, જે સાત વર્ષમાં સૌથી ઓછું હતું. નાણાકીય વર્ષ 2018-19માં આ દર 8.65 ટકા હતો. બોર્ડે અગાઉ કહ્યું હતું કે તે માર્ચ 1 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજ ચૂકવશે. 8.15 ટકા ડેટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા અને ઇક્વિટીમાંથી 0.35 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે.

બોર્ડે અગાઉ કહ્યું હતું કે તે 1 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બે હપ્તામાં વ્યાજ ચૂકવશે. અગાઉ રિટાયરમેન્ટ બોડીએ કહ્યું હતું કે તે 8.15 ટકા ડેટ ઇન્કમ અને 0.35 ટકા વ્યાજ ડિસેમ્બર, 2020 સુધીમાં ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) ના વેચાણમાંથી આપશે.

માર્ચ 2020 માં, ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજ દરને ઘટાડીને 8.5 ટકા કર્યો છે. છેલ્લા 7 વર્ષમાં આ સૌથી નીચો વ્યાજ દર છે. 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો. ઇપીએફઓએ તેના ગ્રાહકોને 2017-18 માટે 8.55 ટકા વ્યાજ દર પૂરૂ પાડયુ હતું. 2016-17માં વ્યાજ દર 8.65 ટકા હતો. 2015-1 6 માં વ્યાજ દર 8.8 ટકા હતો. આ ઉપરાંત 2013-14માં, પીએફ થાપણો પર 8.75 ટકા વ્યાજ મળતું હતું.

સીબીટીની બેઠકો મોટાભાગે દિલ્હી, સિમલા, પટણા, ચેન્નાઈ અને મુંબઈમાં યોજાઈ છે. શ્રમ પ્રધાનની આગેવાની હેઠળ સીબીટીમાં આશરે 40 સભ્યો છે.