કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ (budget ) 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે. આ અગાઉ બે આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતીય અર્થવ્યવસ્થા અંગે સારા અહેવાલ આપ્યા છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) એ કેલેન્ડર વર્ષ 2021 માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5% અને સંયુક્ત રાષ્ટ્ર (UN) માં 7.3% વૃદ્ધિની આગાહી કરી છે.
ભારત બે અંક વૃદ્ધિ નોંધાવનાર પ્રથમ દેશ હશે
IMFએ કહ્યું છે કે ભારત 2021 માં ડબલ અંકમાં વૃદ્ધિ પામનાર વિશ્વનો પ્રથમ દેશ હશે. કોવિડ -19 રોગચાળો હોવા છતાં ભારત આ સિદ્ધિ હાંસલ કરી શકે છે. IMF દ્વારા મંગળવારે જાહેર કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સારુંપુનરાગમન જોવા મળી રહ્યું છે. કોરોનાને કારણે 2020 માં ભારતીય અર્થવ્યવસ્થામાં 8% નો ઘટાડો થવાનો અંદાજ છે.
ભારત ચીનને પાછળ ધકેલશે
વર્તમાન કેલેન્ડર વર્ષમાં આર્થિક વિકાસની બાબતમાં ભારત ચીનને પાછળ છોડી દેશે. IMF આઉટલુક અનુસાર, 2021 માં ભારતની આર્થિક વૃદ્ધિ 11.5% રહેશે, જ્યારે ચીનની આર્થિક વૃદ્ધિ 8.1% હશે. તે પછી સ્પેન (9.9%) અને ફ્રાન્સ (5.5%) આવે છે.
2021 માં 7.3% અને 2022 માં 6.8% વૃદ્ધિની આગાહી
IMF દ્વારા કેલેન્ડર વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.8% અને ચીની અર્થવ્યવસ્થામાં 5.6% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. નવીનતમ અનુમાન સાથે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી વિકાસશીલ અર્થવ્યવસ્થામાં ટોચ પર હશે. ગયા મહિને, આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિયાએ કહ્યું હતું કે ભારતે કોરોના સાથેના વ્યવહાર માટે કડક પગલાં લીધાં છે. યુનાઇટેડ નેશન્સ (UN) એ મંગળવારે વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ 2021 નામનો એક રિપોર્ટ જાહેર કર્યો. તે જણાવે છે કે વર્તમાન કેલેન્ડર વર્ષ (2021) માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3% ની વૃદ્ધિ કરશે.